બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / GST collection for February at Rs 1.49 lakh crore; 12% higher than February 2022

ખજાનામાં વધારો / GSTના 'ચઢતાં પાણી', બારેય બાર મહિનામાં 1.4 લાખ કરોડની ઉપર રહ્યું કલેક્શન, ફેબ્રુઆરી 2023માં પણ રેકોર્ડબ્રેક

Hiralal

Last Updated: 04:06 PM, 1 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફેબ્રુઆરી 2023માં સરકારને જીએસટી પેટે 1.49 લાખ કરોડથી વધુની આવક થઈ છે તેવું જાહેર થયેલા આંકડામાં જણાવાયું છે.

  • ફેબ્રુઆરી 2023ના જીએસટીના આંકડા થયા જાહેર
  • ફેબ્રુઆરીમાં સરકારને જીએસટી પેટે મળ્યાં 1.49 લાખ કરોડ 
  • ફેબ્રુઆરી 2022થી અત્યાર સુધી જીએસટી કલેક્શન રહ્યું 1.4 લાખ કરોડ
  • ગત વર્ષના ફેબ્રુઆરી કરતાં આ વર્ષના ફેબ્રુઆરીમાં જીએસટીની આવકમાં 12 ટકાનો વધારો 

ફેબ્રુઆરી 2023માં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન 1.49 લાખ કરોડ રૂપિયા રહ્યું છે જે ફેબ્રુઆરી 2022ના જીએસટી કલેક્શન કરતા 12 ટકા વધારે છે. ફેબ્રુઆરી 2022માં 1,33,026 કરોડ રૂપિયાની જીએસટી આવક થઈ હતી. નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે માસિક જીએસટીની આવક હવે સતત 12 મહિનાથી 1.4 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. 

જીએસટીના આંકડા 
ફેબ્રુઆરીમાં ગ્રોસ જીએસટી કલેક્શન રૂ.1, 49,577 હતું, જેમાંથી રૂ. 27,662 કરોડ સીજીએસટી, રૂ.34,915 કરોડ એસજીએસટી, રૂ.75,069 કરોડ આઇજીએસટી હતા, જેમાં ચીજવસ્તુઓની આયાત પર રૂ.35,689 કરોડ એકઠા કરવામાં આવ્યા હતા અને સેસ રૂ.11,931 કરોડ હતો. જીએસટી લાગુ થયા બાદ ફેબ્રુઆરીમાં સૌથી વધુ સેસ કલેક્શન 11,931 કરોડ રૂપિયા રહ્યું છે. ફેબ્રુઆરી મહિનો 28 દિવસનો હોવાથી રેવન્યૂ કલેક્શન થોડું ઓછું રહ્યું હોય તેવું બની શકે. નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે સરકાર દ્વારા સીજીએસટી માટે રૂ.34,770 કરોડ અને એસજીએસટીને રૂ.29054 કરોડની નિયમિત પતાવટ કરવામાં આવી છે. કેન્દ્ર અને રાજ્યોની કુલ આવક અનુક્રમે રૂ.62432 કરોડ અને રૂ.63,969 કરોડ હતી. જૂન 2022 માટે 16,982 કરોડ રૂપિયા અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 16,524 કરોડ રૂપિયાનું બાકીનું જીએસટી વળતર પણ કેન્દ્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22,349 કરોડ રૂપિયા જીએસટી કલેક્શન
રાજ્યોમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 22,349 કરોડ રૂપિયા જીએસટી કલેક્શન થયું હતું, ત્યારબાદ કર્ણાટકમાં 10,809 કરોડ રૂપિયા અને ગુજરાતમાં 9,574 કરોડ રૂપિયા જીએસટી કલેક્શન થયું હતું.

જાન્યુઆરીમાં 2023માં જીએસટી કલેક્શન 1.56 લાખ કરોડ રૂપિયા
જાન્યુઆરી 2023માં જીએસટી કલેક્શન 1.56 લાખ કરોડ રૂપિયા હતું, જે અત્યાર સુધીનું બીજા નંબરનું સૌથી વધુ કલેક્શન હતું. એપ્રિલ 2022માં અત્યાર સુધીનું સૌથી વધુ જીએસટી કલેક્શન 1.68 લાખ કરોડ રૂપિયા હતું. 

સંકળાયેલા મુદ્દાઓ

February 2023 GST February 2023 GST news GST collection for February February 2023 GST
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ