બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / GSSSB CPT Senior Clerk exam cancel woman candidate Deputy Secretary audio clip gujarat

વેદના / AUDIO: 'ખાવાના ફાંફાં છતા મહેનત કરીએ છીએ' : પરીક્ષા રદ્દ થતા નાયબ સચિવ સાથે વાત કરતા રડી પડી મહિલા ઉમેદવાર

Hiren

Last Updated: 12:32 PM, 30 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GSSSBની CPT સિનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ પરીક્ષા રદ્દ કરવામાં આવતા ઉમેદવારોમાં રોષ ફાટી નિકળ્યો છે. ત્યારે હવે એક મહિલા ઉમેદવારે ગૌણ સેવા પસંદગી મંડળના નાયબ સચિવ સાથે વાતચીત કરી પોતાની વ્યથા ઠાલવી છે.

  • CPT સિનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ જાહેર થયા બાદ પરીક્ષા રદ્દ
  • ગૌણ સેવા પસંદગી મંડળના નિર્ણયથી ઉમેદવારોમાં રોષ
  • નાયબ સચિવ અને મહિલા ઉમેદવારની વાતચીતનો કથિત ઓડિયો વાયરલ

CPT પરિક્ષાનું પરિણામ જાહેર કર્યા બાદ પરીક્ષા રદ્દ કરાતા રોષ જોવા મળી રહ્યો છે. મહિલા ઉમેદવારે અધિકારીને ફોન કરી પોતાની વ્યથા ઠાલવી છે. અધિકારી સાથે મહિલા ઉમેદવારની કથિત ઓડિયો ક્લીપ વાયરલ થઇ છે. ઓડિયો ક્લીપમાં મહિલા ઉમેદવાર કહી રહી છે કે, ઘરમાં ખાવાના ફાફા છતા મહેનત કરીએ છીએ. આમ કેમ પરીક્ષા રદ્દ કરી દેવાય છે. તો નાયબ સચિવ કહે છે કે, બેન, અધ્યક્ષ સાહેબનો નિર્ણય છે. ગૌણ સેવા મંડળના નાયબ સચિવ ચાવડા સાથે વાત કરતા કરતા મહિલા ઉમેદવાર રડી પડી હતી.

મહત્વનું છે કે, સિનિયર ક્લાર્કની ભરતી માટે ગૌણ સેવા પસંદગી મંડળે 31 જુલાઈ 2021એ લેખિત પરીક્ષા લીધી હતી. જેનું પરિણામ 31 ડિસેમ્બર, 2021એ જાહેર કર્યું હતું. જેમાં ઉત્તીર્ણ 4,572 ઉમેદવારોનો કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવાયો હતો. ટેસ્ટ સમયે જ પરીક્ષામાં ટેક્નિકલ ખામી સર્જાઇ હતી. ત્યારબાદ પરિક્ષાનુ પરિણામ જાહેર કરીને ફરી રદ્દ કરાયુ હતું.

કથિત ઓડિયો: પરીક્ષા રદ કરવાથી સરકારી નોકરીનું સ્વપ્ન રોળાતાં મહિલા ઉમેદવાર અધિકારીને ફોન કરતાં રડી પડી હતી

મહિલા ઉમેદવાર: તમે કોઇના ઘરની કન્ડિશન તો જુઓ, કેટલા સમયથી રાહ જુએ છે.
નાયબ સચિવ : બેન, અધ્યક્ષ સાહેબનો નિર્ણય છે.
મહિલા ઉમેદવાર : આવી રીતે તો કોઇનું કરિયર ના બગાડો, તમે કોઇના ઘરે જોવા આવો તો ખબર પડે સર, પેરેન્ટ કેવી રીતે ઘર સંભાળે છે.
નાયબ સચિવ : ઉમેદવારે તૈયારી કરવાની છે, પેરેન્ટ્સે ક્યાં તૈયારી કરવાની હોય છે.
મહિલા ઉમેદવાર : પેરેન્ટ્સે તૈયારી નથી કરવાની, પણ ઘરની તો જવાબદારી ખરી ને? ઘરમાં ખાવાના પૈસા નથી. તમે કોઇવાર ગરીબના ઘરે આવીને જુઓ તો ખબર પડશે કેન્સલ એક્ઝામ કરવી એટલે... અહીં ટિકિટના ભાડાના રૂપિયા નથી. પરીક્ષા આપવા માંડમાંડ આવીએ છીએ, વાંચવા માટે લાઇટ નથી, કઇ રીતે વાંચીએ છીએ એ અમને ખબર છે. અમારા પેરેન્ટ 60 વર્ષે પણ કામ કરવા જાય છે, જેને પ્રોબ્લમ છે તેને રિટેક કરો, કોમ્પ્યુટર ઘરમાં ના હોય, તમે વિચારો અમારી પાસે કંઇ નથી, પરિણામ આવતાં નથી.

સંકળાયેલા મુદ્દાઓ

GSSSB Gujarat Exam Senior clerk ગુજરાત પરીક્ષા સિનિયર ક્લાર્ક Gujarat Exam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ