બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / gsrtc ST buses purnesh modi launched 251 BS 6 buses 3 LNG buses

લોકાર્પણ / ગુજરાતને મળી નવી 254 બસ, BS 6 અને LNG બસને પૂર્ણેશ મોદીએ બતાવી લીલીઝંડી

Hiren

Last Updated: 06:21 PM, 10 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસટી બસમાં મુસાફરી કરતા મુસાફરો માટે સારા સમાચાર છે. રાજ્યમાં BS 6ની 251 બસ અને ત્રણ LNG બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

  • BS 6ની 251 બસોનું લોકાર્પણ કરાયું
  • ત્રણ LNG બસોનું પણ કરાયું લોકાર્પણ
  • આશરે 75 કરોડના ખર્ચે 251 બસો તૈયાર

આજે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા BS 6 નોર્મ્સ ધરાવતી 251 નવી બસ અને ૩ LNG બસનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગાંધીનગર ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી અરવિંદ રૈયાણી, વાહનવ્યવહાર અગ્ર સચિવ એમ.કે. દાસ, ગુજરાત વાહન વ્યવહાર વિભાગના મેનેજીંગ ડીરેકટર એમ.એ.ગાંધી સહિત અન્ય નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં. 

મહત્વનું છે કે, ૩ LNG બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. ત્રણ ડિઝલ બસને LNGમાં કન્વર્ટ કરવામાં આવી છે. અંદાજીત 75 કરોડના ખર્ચે 251 બસો તૈયાર કરવામાં આવી છે. 500 સુપર એક્સપ્રેસ સહિત તૈયાર થયેલી બસોનું લોકાર્પણ થશે. રાજ્ય સરકારે 1 હજાર બસોની ખરીદી માટે રૂપિયા 310 કરોડ ફાળવ્યા છે.

દર વર્ષે અમારી સરકાર ST નવી સુવિધા પુરી પાડેઃ પૂર્ણેશ મોદી
વાહનવ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદીએ આ અંગે જણાવ્યું કે, દર વર્ષે અમારી સરકાર ST નવી સુવિધા પુરી પાડે છે. ભાજપના શાસનમાં ગુજરાત સરકાર નવા સોપાન સર કરી રહ્યા છે. વાહન વ્યવહાર વિભાગ સોપાન સર કર્યુ છે. 251 ડિલક્સ એક્પ્રેસ અને એલએનજી બસનું લોકાર્પણ કરાયું છે. સામાન્ય નાગરિકોને સુવિધા મળે તે દિશામા પ્રયાસ થાય છે. જેમની પાસે ફોર વ્હીલ નથી તેવા લોકો સુવિધા પુરી પાડી. વિવિધ ડીપોના માધ્યમથી 8 હાજર જેટલી બસોની સુવિધા પુરી પાડી. 

'ગુજરાતમાં 4 માર્ગે વાહન વ્યવહાર, ટ્રેન, બસ, હવાઇ અને દરિયાઇ માર્ગે રોરો ફેરી' : પૂર્ણેશ મોદી
પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું કે, ગુજરાતની કરોડરજ્જુ સમાન ST બસ છે. દર વર્ષે અમારી સરકાર 1000 નવી બસ પુરી પાડે છે. નવી બસોમાં લોકોને આરામદાયક મુસાફરી થાય તેવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. ટ્રાન્સપોર્ટેશનમાં 4 માર્ગે વાહન વ્યવહાર કરનાર ગુજરાત પ્રથમ છે. ટ્રેન, બસ, હવાઇ અને દરિયાઇ માર્ગે રોરો ફેરી. એરપોર્ટ પર મળનારી સુવિધા બસ ડેપોમાં નાગરીકોને મળશે. અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે કામગીરી કરાશે. વણાંક જેવા વિસ્તારોમાં  રોલર બેરીંગ જેવી વ્યાવસ્થા કરાશે. દરેક વ્યક્તિનો જીવ બચે અને સલામત રહે તેવી વ્યવસ્થા કરાશે.

સંકળાયેલા મુદ્દાઓ

GSRTC ST Bus એસટી બસ ગુજરાત બસ ST Bus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ