GSERC Recruitment 1239 Shikshan Sahayak post in Gujarat 2019
ભરતી /
સેકન્ડરી અને હાયર સેકન્ડરી શાળાઓમાં શિક્ષણ સહાયકની ભરતીઃ આ તારીખ સુધી કરી શકશો અરજી
Team VTV09:22 AM, 21 Nov 19
| Updated: 09:42 AM, 21 Nov 19
શિક્ષણ સહાયક માટે આજથી 30 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ઉ.માધ્યમિક માટે 27 નવેમ્બર સુધી અરજી કરી શકાશે. ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા આ ભરતીઓ જાહેર કરવામાં આવી છે.
ઉ.માધ્યમિક માટે 27 નવેમ્બર સુધી અરજી કરી શકાશે
માધ્યમિકમાં 1239 જગ્યા ખાલી
ઉ. માધ્યમિકમાં 557 શિક્ષકોની જગ્યા ખાલી
માધ્યમિક અને ઉ.માધ્યમિકની ખાલી જગ્યાઓ માટે આજથી ભરતી ફોર્મ ભરવાનુ શરૂ થઈ ગયું છે. માધ્યમિકમાં 1239 અને ઉ.માધ્યમિકમાં 557 જગ્યાઓ ખાલી છે. આ માટે તમે https://www.gserc.in/ ઉપર સંપર્ક કરી શકો છો. આ વેબસાઇટ પર અરજી કરી શકાશે. TAT પાસે ઉમેદવારો આ અરજી કરી શકશે. Gujarat Saikshanik Staff Bharti Pasandagi Samiti ( GSERC ) દ્વારા આ ભરતી બહાર પાડવામાં આવી છે.
શિક્ષમ સહાયક તરીકે માધ્યમિકમાં 1239 જગ્યા ખાલી પડી છે અને ઉ. માધ્યમિકમાં 557 શિક્ષકોની જગ્યા ખાલી છે.
વિષય દીઠ ખાલી પોસ્ટ
અંગ્રેજી 353
ગુજરાતી 68
હિન્દી 18
ગણિત- વિજ્ઞાન 416
P.T 05
સામાજીક વિજ્ઞાન 374
હેલ્પલાઈન નંબર
કામકાજી સમયમાં તમે ઓનલાઈન કોલ કરીને પણ મદદ મેળવી શકો છો જેમાં તમારે 10થી 6 વાગ્યા સુધીની મદદ મળી શકે છે.
એડમિનિસ્ટ્રેટીવ નંબર +91 6352307308, +91 9327633531
સોફ્ટવેર સપોર્ટ નંબર - +91 9099971902, +91 9099971769