Team VTV01:34 PM, 16 Oct 19
| Updated: 01:40 PM, 16 Oct 19
માર્ચ 2020ની SSCની પરીક્ષામાં નવા અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિની સાથે સાથે માર્ક્સમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા ફેરફાર કરવામાં આવ્યા છે. ધોરણ 10ની પરીક્ષા પદ્ધતિમાં 2020થી ફેરફાર કરાશે. આ વર્ષથી પ્રશ્નપત્ર 80 ગુણનું રહેશે.
કઈ કઈ ભાષામાં બદલાયા છે પાઠ્ય પુસ્તક
OMR પદ્ધતિ રદ્દ
બોર્ડની પરીક્ષા 80 ગુણની જ રહેશે જ્યારે 20 ગુણ શાળા આપશે
આ અંગેનો ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પરીક્ષા સચિવ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે અને ગુજરાતની તમામ શાળાઓને આ અંગે જાણ કરવામાં આવી છે. 2020ની ધોરણ 10ની પરીક્ષાઓમાં બોર્ડની પરીક્ષા 80 ગુણની જ રહેશે જ્યારે 20 ગુણ આંતરિક મૂલ્યાંકનના શાળાએ આપવાના રહેશે.
OMR પદ્ધતિ રદ્દ
ગત્ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા OMR પદ્ધતિ રદ કરી નવી પરીક્ષા પદ્ધતિની જાહેરાત કરાઈ હતી જેનો પણ પરિપત્ર દ્વારા શાળાના આચાર્યોને જાણ કરાશે અને અને પરીક્ષાર્થીઓને પણ અવગત કરાશે. દર વર્ષે 11 લાખથી વધુ વિદ્યાર્થીઓ ધોરણ 10ની પરીક્ષા આપતા હોય છે.
શું છે પરિપત્રમાં
ધોરણ 10ના બદલાયેલા અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિ વિશેની જાણકારી છે. જે રાજ્યની તમામ માધ્યમિક શાળાઓમાં માર્ચ 2020થી અમલી કરાશે. ધોરણ 10ની 2019-20ની SSC ની પરીક્ષાની રીત બદલાઈ. નિયમિત વિદ્યાર્થીઓની પરીક્ષા 80-20ની પદ્ધતીથી લેવાશે.
કઈ કઈ ભાષામાં રહેશે પરેશાની
ગુજરાતી, મરાઠી, સિંધી, તમિલ, તેલુગુ, ઓડિયા, તેમજ બીજી ભાષા ગુજરાતી, હિન્દી, સિંધી, અંગ્રેજી, સામાજીક જ્ઞાન, સંસ્કૃત, પર્શિયન, અરેબિક, ઉર્દુના પાઠ્ય પુસ્તકો બદલાયા નથી પરંતુ રીપીટર ઉમેદવારે હવે નવી પરીક્ષા પધ્ધતિ મુજબ પરીક્ષા આપવાની રહેશે.
કઈ કઈ ભાષામાં બદલાયા છે પાઠ્ય પુસ્તક
હિન્દી, ઉર્દુ, પ્રથમ ભાષા તેમજ વિજ્ઞાન અને ટેક્નોલોજી, ગણિત જેવા વિષયોમાં એનસીઈઆરટી પેટર્નના નવા પાઠ્યપુસ્તક અમલમાં આવ્યા છે. આવિષયમાં રીપીટરને જુના સિલેબસમાંથી 80 માર્ક્સનું પ્રમાણપત્ર આપવામાં આવશે.