Sunday, June 16, 2019
સબસ્ક્રાઈબ કરો VTVGujarati ન્યુઝ Whatsapp

સેવા / માત્ર 5000 રૂપિયામાં તમે ભવિષ્યના જળસંકટને રોકી શકો છો

આજે ગુજરાતમાં જળસંકટનો ભય તોળાઈ રહ્યો છે અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની સમસ્યા વરતાઈ રહી છે. દર ઉનાળામાં ગુજરાતમાં આ સમસ્યા લગભગ સામાન્ય થઈ જતી હોય છે. નદી અને નહેરોમાં પણ પાણી સૂકાઈ રહ્યાં છે જ્યારે શહેરોમાં પણ પાણીની સમસ્યા રહેતી હોય છે. જેનું મુખ્ય કારણ છે જમીનમાં પાણીનું પ્રમાણ ઘટતું જઈ રહ્યું છે અને ઊંડે ઉતરતું જઈ રહ્યું છે. પરિણામે બોર કે કૂવામાં પાણી મળતું હોતું નથી. જેથી ભવિષ્યમાં જળસંકટ પેદા ન થાય તે માટે જમીનમાં પાણીનું પ્રમાણ જેટલું વધારે હશે તેટલી સમસ્યા ઓછી રહે છે. આ માટે તમામ લોકોએ ભૂગર્ભજળનું પ્રમાણ વધારવા માટેની ટૅકનિક વાપરવાની રહેશે. સામાન્ય ખર્ચામાં આપણે ઘરની આજુબાજુ કે કોઈ પણ ખાલી જગ્યામાં વરસાદના પાણીનો બચાવ કરીને આપણી અને લોકોની મદદ કરી શકીએ છીએ. આ વીડિયોમાં જે રીત બતાવવામાં આવી છે તેને ગ્રાઉન્ડ વોટર રિચાર્જિંગ કે રૅઇન વોટર હાર્વેસ્ટિંગ પ્રોસેસ કહે છે. જુઓ સમગ્ર વીડિયોમાં..

Water Harvesting Ground Water Recharge rain water

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ