મોદી સરકારના કાર્યકાળમાં 322 ટકા વધ્યો સરકારી બેંકોનો NPA: RTI

By : krupamehta 02:54 PM, 19 September 2018 | Updated : 03:14 PM, 19 September 2018
સરકારી બેંકો માટે નોન પર્ફોમિંગ એસેટ એક મોટો પડકાર બની ચુકી છે. તાજેતરમાં જ પૂર્વ આરબીઆઇ ગવર્નર રઘુરામ રાજને એનપીએ પર ખુલાસા બાદ જ્યાં બંને BJP અને કોંગ્રેસ પોતપોતાના કાર્યકાળની આર્થિક નીતિઓની સાચી ગણાવી રહી છે, તાજેતરમાં સૂચના અધિકાર હેઠળ મળેલી જાણકારી જણાવી રહી છે કે છેલ્લા ચાર વર્ષ દરમિયાન દેશમાં સરકારી બેંકોના એનરીએમાં 322.21 ટકાનો વધારો થયો છે. 

આરટીઆઇમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાને પૂછવામાં આવ્યું કે દેશમાં જૂન 2014 થી જૂન 2018 સુધી સરકારી બેંકોના એનપીએની શું સ્થિતિ છે. એની સાથે જ કેન્દ્રીય બેંકથી જાણકારી માંગવામાં આવી છે કે 30 જૂન 2018 એ સરકારી બેંકોનો કેટલો NPA છે અને આ તારીખ સુધી કેટલા NPAની રિકવરી સરકારી બેંકો દ્વારા કરવામાં આવી છે?

આરટીઆઇના જવાબમાં કેન્દ્રીય રિઝર્વ બેંકે કહ્યું કે એની પાસે એનપીએના આંકડા માત્ર ડિસેમ્બર 2017 સુધી છે અને ત્યારબાદના આંકડા માટે રાહ જોવી જરૂરી છે. 

આરબીઆઇના જણાવ્યા અનુસાર 30 જૂન 2014 સુધી દેશની સરકારી બેંકોનો ગ્રોસ એનપીએ મ2,24,542 કરોડ રૂપિયા હતા, આ એનપીએ 31 ડિસેમ્બર 2017 સુધી વધીને 7,24,542 કરોડ રૂપિયા પહોંચી ગયો. Recent Story

Popular Story