Grisham father deamnd for a justice for his daughter
સુરત /
દીકરી ગ્રીષ્માનાં મૃત્યુ બાદ પહેલી વાર મીડિયા સામે આવ્યા માતા પિતા, કરી આ મોટી વાત
Team VTV11:36 AM, 17 Feb 22
| Updated: 11:37 AM, 17 Feb 22
ગ્રીષ્માન મૃત્યુ બાદ પહેલી વાર તેના પિતા મીડિયા સામે આવ્યા અને તેમણે નિવેદન આપ્યું કે આરોપીને જલ્દીથી જલ્દી સજા આપવામાં આવે સાથેજ તેમણે ન્યાય માટે પણ માંગ કરી.
ગ્રીષ્માના પિતાએ ન્યાય માટે કરી માગ
આરોપીને કડકમાં કડક સજા મળે તેવી કરી માગ
જલ્દી જલ્દી ન્યાય મળે તેની અમે રાહ જોઈ રહ્યા છે
સુરતની યુવતી ગ્રીષ્મા વેકરિયાની સરાજાહેર હત્યાને લઈને લોકોમાં રોષનો માહોલ ફેલાયો છે. લોકો હાલ જલ્દીથી જલ્દી યુવતીને ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આવા સમયે ગ્રીષ્માના પિતાનું પણ નિવેદન સામે આવ્યું છે. ગ્રીષ્માના પિતાએ જણાવ્યું છે કે મારી દિકરીને તાત્કાલિક ન્યાય મળવો જોઈએ અને આરોપીને સજા મળવી જોઈએ.
સરકારે પુરો સહકાર આપ્યો : ગ્રીષ્માના પિતા
યુવતીના પિતાએ એવું પણ કહ્યું છે કે સરકાર દ્વારા અમને પુરો સહકાર આપવામાં આવ્યો છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું કે આરોપીને તાત્કાલીક સજા આપવામાં આવે છે. વધુમાં ગ્રીષ્માના પિતાએ એવું પણ કહ્યું કે અમે તમામ લોકોનો સહકાર મળી રહ્યો છે. જોકે તેમની માંગ એવી છે કે આરોપીને જલ્દીથી જલ્દીથી સજા આપવામાં આવે જેથી તેમને ન્યાય મળે.
મોટી સંખ્યામાં લોકો અંતિમ યાત્રામાં જોડાયા
માત્ર ગુજરાત જ નહી પરંતું દેશ ભરમાં આ હત્યાનો કેસ ચર્ચાનો વિષય બન્યો છે. ગ્રીષ્માની અંતિમ યાત્રામાં પણ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમણે તેના પરિવારને સાંત્વના આપી હતી. આ હત્યાને લઈને લોકોમાં ભારે રોષનો માહોલ ફેલાયો છે. સાથેજ લોકો આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.
સ્પેશીયલ SITની રચના કરવામાં આવી
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ પણ એકશન મોડમાં આવી ગઈ છે. સરકારે આપેલા આદેશ બાદ પોલીસ દ્વારા આ મામલે SITની રચના કરવામાં આવી છે. રેન્જ આઈજી દ્વારા આ સમગ્ર મામલે તપાસને લઈને એક સ્પેશીયલ SITની રચના કરવામાં આવી છે. જેમા ડાંગ SPના સુપરવિઝન હેઠળ 1 મહિલા ASP તેમજ 2 DYSP હવે આ કેસની તપાસ કરશે.
10 અધિકારીઓની ટીમ બનાવામાં આવી
આપને જણાવી દઈએ કે SITની ટીમમાં કુલ 10 અધીકારીઓ શામેલ કરવામાં આવ્યા છે.. જેમા 1 SP, 1ASP, 2 DYSP, 5 PI અને એક PSI દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી છે. આ ચકચારી કેમાં પોલીસ દ્વારા પણ ગણતરીના દિવસોમાં તપાસ પુરી કરી દેવામાં આવશે. સાથેજ ચાર્જશીટ પણ કોર્ટમાં રજૂ કરી દેવામાં આવશે.
આરોપીને મામલતદાર કચેરીએ રજૂ કરવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે આ કેસમાં પોલીસ આરોપી ફેનિલને લઈને મામલતદાર કચેરીએ પહોચી હતી. કામરેજ પોલીસ દ્વારા આરોપીને પરેડ માટે મામલતદાર કચેરી લઈ જવામાં આવ્યો હતો જ્યાથી તેને કોવિડ ટેસ્ટ માટે રેફરલ હોસ્પિટલ પણ લઈ જવામાં આવશે. સાથેજ આરોપીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માંગણી કરવામાં આવશે.