બ્રેકિંગ ન્યુઝ
VTV / Grenades and tiffin bombs hurled at Punjab from Pakistan
Ronak
Last Updated: 05:32 PM, 9 August 2021
ADVERTISEMENT
15 ઓગસ્ટ પહેલા પંજાબના એક ગામમાં આતંકીઓએ ડ્રોન વડે હથિયાર પાડ્યા હતા. જોકે પંજાબ પોલીસે સમયસર પહોચીને તે હથિયારોને કબ્જે કરી લીધા છે. એવી માહિતી સામે આવી છે કે આતંકીઓએ અલગ અલગ થેલીઓમાં આઈઈડી, હેન્ડ ગ્રેનેડ અને કારતૂસ મોકલ્યા હતા. જોકે આ બધાજ હથિયારો પોલીસે તેમના કબ્જે કરી લીધા છે.
બાળકોના ટિફિનમાં બોમ્બ
ADVERTISEMENT
આ ઘટનાને લઈને પંજાબ ડીજીપીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું કે અમૃતસરના એક ગામમાં સાંજના સમયે હેન્ડ ગ્રેનેડ, આઈડી બોમ્બ મળી આવ્યા જે એક ટિફિનમાં બંધ કરવામાં આવ્યા હતા. વધુંમાં તેમણે કહ્યું બાળકોના ટિફિન બોક્સમાં આ બોમ્બ ફિટ કરવામાં આવ્યા હતા.
ડ્રોન દ્વારા મોકલાયા હથિયાર અને બોમ્બ
પાકિસ્તાનની સરહદ પાસે આવેલ ડિલકે ગામમાંથી આ હથિયારો અને બોમ્બ મળી આવ્યા છે. આ હથિયારોને ડ્રોન દ્વારા મોકલવામાં આવ્યા હતા. તેમણે એવી જાણકારી આપી કે હથિયારોમાં 5 હેંડ ગ્રેનેડ, 100 9mmની કારતૂસ અને એક ટિફિન બોમ્બ તેમણે કબ્જે કર્યો છે.
3 ડિટોનેટર પોલીસને મળ્યા
સમગ્ર મામલે ડીજીપીએ કહ્યું કે IED બોમ્બમાં 2 કિલો RDX લગાવામાં આવ્યું હતું. મેગ્નેટ લગાવીને બોમ્બને એવી રીતે તૈયાર કરવામાં આવ્યો હતો કે તેને ડિફ્યુઝ કરતી વખતે બ્લાસ્ટ પણ થઈ શકતો. જે બોમ્બ ડિફ્યુંઝ કરવામાં આવ્યો તે બોમ્બને ફોન દ્વારા ઓપરેટ કરી શકાય તેવો બોમ્બ હતો. જેમા 3 ડિટોનેટર પણ મળી આવ્યા.
હાઈઅલર્ટ જાહેર
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે ડીજીપીએ એવું કહ્યું કે બોમ્બ મળ્યા બાદ પ્રદેશમાં હાઈઅલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથેજ પોલીસ દ્વારા આ ઘટનાને લઈને દરેક મુદ્દે ગંભીરતાથી તપાસ કરવામાં આવી રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.