બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:50 PM, 15 March 2025
આજે સવારે પંજાબના અમૃતસરમાં એક હિન્દુ મંદિરની બહાર વિસ્ફોટ થયો. ખંડવાલા વિસ્તારમાં ઠાકુર શેરશાહ સુરી રોડ પર ઠાકુરદ્વારા મંદિર પાસે બે બાઇક સવાર યુવાનોએ ગ્રેનેડ ફેંક્યો અને વિસ્ફોટ કર્યો. હુમલા દરમિયાન મંદિરના પૂજારી અંદર હતા. આ હુમલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં બાઇક પર સવાર બે યુવાનો જોવા મળી રહ્યા છે.
ADVERTISEMENT
તેમના હાથમાં એક ધ્વજ પણ જોવા મળી રહ્યો છે.. તેઓ મંદિરની બહાર બાઇક રોકે છે અને કંઈક ફેંકીને ભાગી જાય છે. તે જતાની સાથે જ એક જોરદાર ધડાકો થાય છે. આ ઘટના રાત્રે ૧૨:૩૦ વાગ્યાની આસપાસ બની હતી. અમૃતસર પોલીસે હુમલાની તપાસ શરૂ કરી દીધી છે. હુમલાખોરો કોણ હતા તે શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ કેવા પ્રકારનો હુમલો હતો અને શા માટે કરવામાં આવ્યો? તેને લઇને પણ હાલ તપાસ ચાલુ છે.
I strongly condemn bomb attack on Thakur Dwara temple, Khandwala in Amritsar. AAP government fails to check repeated incidents of blasts in border city. Deteriorating law and order in Punjab is matter of serious concern.@ANI @PTI_News @CNNnews18 pic.twitter.com/caQtjnMCrn
— Ravneet Singh Bittu (@RavneetBittu) March 15, 2025
ADVERTISEMENT
આ પણ વાંચોઃ 'વારંવાર એક જ વાત કહેવાથી કાશ્મીર તમારું નહીં બની જાય', ભારતે UNમાં પાકિસ્તાનને રોકડું પરખાવ્યું
વિસ્ફોટના અવાજથી કાચ અને બારીઓ તૂટી ગઈ
વિસ્ફોટ અંગે માહિતી આપતાં વકીલ કિરણપ્રીત સિંહે જણાવ્યું કે રાત્રે લગભગ 12:30 વાગ્યે બે લોકો બાઇક પર આવ્યા હતા. ઠાકુર દ્વાર મંદિરની બહાર ઉભા રહ્યા. તેઓએ રેકી કરી અને મંદિર પર ગ્રેનેડ ફેંકીને ભાગી ગયા. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેની અસર આસપાસની ઇમારતોને પણ થઈ. તેમની બારીઓ અને બધું જ તૂટેલું હતું. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પુરાવા એકત્રિત કર્યા, જે મુજબ, તે ગ્રેનેડ હુમલો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને નજીકમાં રહેતા લોકો પોતાના ઘરની બહાર નીકળી આવ્યા. મંદિરના પૂજારીઓ પણ બહાર આવ્યા. વિસ્ફોટથી કોઈ નુકસાન થયું ન હતું, પરંતુ પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.