બળાત્કારી આસારામના આશ્રમને મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પાઠવી શુભેચ્છા

By : admin 07:41 PM, 29 January 2019 | Updated : 07:41 PM, 29 January 2019
ગાંધીનગર: આસારામ સગીર બાળકી પર બળાત્કારના ગુનામાં આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે. પરંતુ તેમના આનુઆયીઓ હજુ પણ તેમને સંત માનીને ચાલી રહ્યા છે. ત્યારે તેમના આશ્રમ દ્વારા 14મી ફેબ્રુઆરી માતૃ-પિતૃ દિવસ તરીકે ઉજવવાનો પ્રારંભ કરી રહ્યા છે. 

પરંતુ સવાલ ત્યારે થઇ રહ્યા છે જ્યારે આસારામના આશ્રમને રાજ્યના મંત્રી દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી. ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ 14મી ફેબ્રુઆરી માતૃ-પિતૃ દિવસની ઉજવણી સંદર્ભમાં શુભેચ્છા પાઠવી છે. જોકે, શિક્ષણ મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે 'સંસ્થાના સારા કામ બદલ શુભેચ્છા પાઠવવામાં આવી છે.'
  અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા અમદાવાદમાં યોજાયેલ બુક ફેરમાં પણ આસારામનો સ્ટોર લગાવાયો હતો. જોકે, કોર્પોરેશને આસારામના સ્ટોલનું માત્ર નામ બદલીને સંતોષ માન્યો હતો. પરંતુ કોર્પોરેશનના બુક ફેરમાં આસારામનો સ્ટોલ યથાવત રહ્યો હતો. બુક સ્ટોલમાં આસારામના ફોટા અને પુસ્તકોનું બેરોકટોક વેચાણ થયું હતું.Recent Story

Popular Story