Video / પંચમહાલ જિલ્લામાં વરસાદ બાદ લીલોતરી છવાઇ, ધોધ વહેતા થતા પર્યટકોમાં આનંદ

પંચમહાલ જિલ્લાના વરસાદી વાતાવરણને કારણે જંગલ વિસ્તારમાં લીલોતરી છવાઇ ગઇ છે. ભારે વરસાદના કારણે ઝરણાઓ ધોધ સજીવન થયા છે. પાવાગઢની આસપાસ તેમજ જાંબુઘોડા ખાતે અને ઘોઘંબાના જંગલ વિસ્તારમાં ધોધનો અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. જાંબુઘોડા નજીક જંગલ વિસ્તારમાં શિવરાજપુર ખાતે આવેલો નાજર માતા તરીકે ઓળખાતા ધોધના રમણીય દ્રશ્યો સર્જાયા છે. લીલોતરી ધોધ વચ્ચે વહેતા ધોધને આનંદ લેવા માટે આજુબાજુના પર્યટકો પણ આવે છે.

બ્રેકિંગ ન્યૂઝ