રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને લીધે શાકભાજીનાં ભાવમાં વધારો થવા પામ્યો હતો. આવકમાં નોંધપાત્ર વધારો થતા શાકભાજીના ભાવ 15 થી 25% જેટલો ભાવમાં ઘટાડો નોંધાયો છે.
કમોસમી વરસાદથી શાકભાજીનાં ભાવ આસમાને પહોચ્યા હતા
હાલ શાકભાજીની આવક શરૂ થતા ભાવમાં ઘટાડો નોંધાયો
મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી લીલી શાકભાજીની આવકમાં વધારો
રાજ્યમાં પડેલા કમોસમી વરસાદ સમયે શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા હતા. ત્યારે હાલ સ્થિતિ થાળે પડતા શાકભાજીની આવકમાં ધરખમ વધારો થયો છે. આવકમાં નોંધપાત્ર વધારો થતા શાકભાજીના ભાવ 15 થી 25% જેટલો ભાવમાં ઘટાડો નોંધાયો છે. હાલમાં ચાલી રહેલા રમજાન માસ અને ચૈત્રી નવરાત્રીના ઉપવાસ અને હવનોના કારણે માંગમાં ઘટાડો થઈ રહ્યો છે. માંગમાં ઘટાડો થતા હાલમાં બજારમાં આવક વધી રહી છે. જેને લઈને શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે.
હાલ શાકભાજીની આવક વધી રહી છે
હજુ પણ આગામી દિવસોમાં ભાવ ઘટાડો થવાની શક્યતા છે. 10 દિવસ પહેલા જે શાકભાજીના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ચૂક્યો છે. તેના ભાવ હાલમાં 70 થી 80 રૂપિયા સુધી પહોચી ચૂક્યો છે. હાલમાં ગુજરાતમાં આવતી શાકભાજીની આવક વધી રહી છે. જેમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાંથી લીલી શાકભાજીની આવકમાં વધારો થઈ રહ્યો છે.