બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Green cover of Ahmedabad decreased? Clarification of the Garden Department regarding the report presented in the Lok Sabha, separately struck

ખુલાસો / અમદાવાદનું ગ્રીન કવર ઘટયું? લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટ મામલે ગાર્ડન વિભાગની સ્પષ્ટતા, અલગ જ ઘો કાઢી

Vishal Khamar

Last Updated: 11:24 PM, 23 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ ગાર્ડન વિભાગના ડાયરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડીયા નો રિપોર્ટ પ્રોટેક્ત ફોરેસ્ટ લેન્ડ માટે નો હતો. 2011 ની સ્થિતિ એ ફોરેસ્ટ લેન્ડ 17.96 % હતી જે ઘટી ને 9.41 % થઈ છે.

  • લોકસભામાં અમદાવાદના ગ્રીન કવર રિપોર્ટ મામલે સ્પષ્ટતા
  • અમદાવાદનું ગ્રીન કવર ઘટયું હોવાનો રજૂ થયો હતો રિપોર્ટ 
  • ગ્રીન કવર રિપોર્ટ મામલે અમદાવાદ ગાર્ડન વિભાગની સ્પષ્ટતા
  • પ્રોટેકટ ફોરેસ્ટ લેન્ડમાં ઘટાડો થયો છે, ગ્રીન કવરમાં નહીં: ગાર્ડન  વિભાગ

લોકસભામાં અમદાવાદનાં ગ્રીન કવર મામલે રજૂ થયેલા રિપોર્ટનો મામલે અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ખુલાસો કરવામાં આવ્યો. રિપોર્ટ મામલે અમદાવાદ ગાર્ડન વિભાગના ડાયરેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું કે  ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડીયા નો રિપોર્ટ પ્રોટેક્ત ફોરેસ્ટ લેન્ડ માટે નો હતો. 2011 ની સ્થિતિ એ ફોરેસ્ટ લેન્ડ 17.96 % હતી જે ઘટી ને 9.41 % થઈ છે. સ્ક્વેર કિમી માં આ રિપોર્ટ આપ્યો હતો. સિટી ની અંદર ફોરેસ્ટ લેન્ડ કેટલી ઘટી તે બાબતે નો આ રિપોર્ટ છે. પ્રોટેકટ ફોરેસ્ટ લેન્ડ માં ઘટાડો થયો છે , ગ્રીન કવર માં ઘટાડો નથી થયો. અમદાવાદ માં પ્રતિ વર્ષ 10 લાખ વૃક્ષો વાવવામાં આવે છે અને હાલ અમદાવાદ નું ગ્રીન કવર 12% છે.

જીગ્નેશ પટેલ (એએમસી, ગાર્ડન વિભાગ)

શહેરને હરિયાળું  બનાવવા વૃક્ષો વાવવામાં આવે છે
આ બાબતે AMC નાં ગાર્ડન વિભાગનાં  જીગ્નેશ પટેલે જણાવ્યું હતું કે, હાલ મીડિયામાં જે રિપોર્ટ પ્રસિદ્ધ થયેલા છે. તે અંતર્ગત ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા દ્વારા જે રિપોર્ટ લોકસભામાં સબમીટ કરવામાં આવે છે. તેમાં 2011 ની સ્થિતિએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ગ્રીન કવર 17.96 ટકા હતું. જે ઘટી 9.41 ટકા થયું છે.  તે બાબતે ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયાએ રજૂ કરેલ રિપોર્ટ પર્સનટેજમાં નહી પરંતું સ્કવેર કિલોમીટરમાં  હતો. તેમજ તે રિપોર્ટ પ્રોટેક્ટેજ ફોરેસ્ટ લેન્ડ પુરતો મર્યાદિત હતો. એટલે કે સીટીની અંદર ફોરેસ્ટ લેન્ડ જે હોય તે કેટલી ઘટી અને કેટલી વધી એ બાબતનો છે. ગ્રીન કવરએ એવી વસ્તુ છે. જ્યાં કોઈ પણ જગ્યાએ ગ્રીનહરી થતી હોય તેને ગ્રીનહરી કહેવાય. ત્યારે શહેરને હરિયાળું બનાવવા માટે શહેરમાં પ્રતિ વર્ષ 10 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા છે. તેમજ શહેરમાં અન્ય જગ્યાઓએ પણ વૃક્ષો લગાવીને અમદાવાદ શહેરને ગ્રીન કવર કરવામાં આવે છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

AMC Explanation Garden Department green cover એએમસી ખુલાસો ગાર્ડન વિભાગ ગ્રીન કવર ahmedabad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ