બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / શેરબજારમાં અઠવાડિયાની શાનદાર શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ ઉછાળા સાથે બંધ

સ્ટોક માર્કેટ / શેરબજારમાં અઠવાડિયાની શાનદાર શરૂઆત, સેન્સેક્સ-નિફ્ટી આટલા પોઈન્ટ ઉછાળા સાથે બંધ

Last Updated: 04:06 PM, 20 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાવર, ટેલિકોમ અને ફાઇનાન્શિયલ સેક્ટરના શેરમાં ઉછાળાને કારણે સેન્સેક્સ 454 પોઈન્ટ વધીને બંધ થયો

કારોબારી સપ્તાહના પહેલા દિવસે બજારમાં જોશ અને ઉત્સાહ જોવા મળ્યો . પાવર, ટેલિકોમ અને ફાઇનાન્શિયલ સેક્ટરના શેરમાં ઉછાળાને કારણે સેન્સેક્સ 454 પોઈન્ટ વધીને બંધ થયો અને નિફ્ટી 23,300ની ઉપર બંધ થયો. ભારતીય ઇક્વિટી ઇન્ડેક્સ નિફ્ટી આજે એટલે કે 20 જાન્યુઆરીએ 142 પોઇન્ટ વધીને બંધ થયો હતો.

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે તેમની વાતચીત 'ખૂબ સારી' હતી. આ નિવેદનથી બંને દેશો વચ્ચેના વેપારને લઈને તણાવ ઓછો થવાનો સંકેત મળ્યો છે, જે બાદ આજે વૈશ્વિક શેરબજારોમાં સારો ઉછાળો જોવા મળ્યો હતો. અમેરિકન શેરબજારો શુક્રવારે લીલા નિશાનમાં બંધ થયા હતા. તે જ સમયે, હેંગસેંગ અને નિક્કી 225 જેવા એશિયન સૂચકાંકોમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી. જિયોજિત ફાઇનાન્શિયલ સર્વિસિસના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વીકે વિજયકુમારે જણાવ્યું હતું કે, "ટેરિફ પર ટ્રમ્પના નરમ વલણથી શેરબજારના સેન્ટિમેન્ટમાં તેજી રહેવાની અપેક્ષા છે.

શેરબજારમાં આજના ઉછાળાની આગેવાની બેન્કિંગ શેરોએ કરી હતી. કોટક મહિન્દ્રા બેંકના શેરમાં સૌથી વધુ 9%નો ઉછાળો આવ્યો હતો. કોટક બેંકના ડિસેમ્બર ક્વાર્ટરના મજબૂત પરિણામો બાદ આ વધારો થયો છે. બેંકે કહ્યું કે ડિસેમ્બર ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 10 ટકા વધીને 4701 કરોડ રૂપિયા થયો છે. બીજું, આજે ટ્રેડિંગ દરમિયાન નિફ્ટી બેન્ક ઇન્ડેક્સ 2 ટકા સુધી ઉછળ્યો હતો. ઈન્ડેક્સમાં સમાવિષ્ટ 12માંથી 11 શેરો લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

સોમવારે અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયો 14 પૈસા વધીને 86.46 ના સ્તર પર ખુલ્યો હતો. તે જ સમયે, વિશ્વની છ મુખ્ય કરન્સી સામે ડૉલરની મજબૂતાઈને માપતો ડૉલર ઇન્ડેક્સ 0.22 ટકા ઘટીને 109.10 થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેટ ક્રૂડ ઓઈલની કિંમતો પણ સ્થિર રહી અને 0.12% ઘટીને બેરલ દીઠ $80.69 થઈ ગઈ. આ કારણે બજારનું સેન્ટિમેન્ટ મજબૂત બન્યું છે.

આ પણ વાંચોઃ લગ્ન સિઝનમાં સોનું સસ્તું થયું પણ ચાંદી ચમકી! વાયદા બજારમાં ભારે હલચલ, જાણો લેટેસ્ટ રેટ

PROMOTIONAL 13

બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Sensex Nifty
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ