Great relief for tourists arriving at Ahmedabad Airport for one or two days
સુવિધામાં વધારો /
અમદાવાદ એક-બે દિવસ માટે આવતા પ્રવાસીઓ માટે મોટી રાહત, એરપોર્ટથી મળશે આ સુવિધા
Team VTV10:08 PM, 28 May 22
| Updated: 10:10 PM, 28 May 22
અમદાવાદ એરપોર્ટ પર આવતા મુસાફરોને ટેક્ષી કાર ભાડે ન જોઈતી હોય તેને ડ્રાઈવર વગર ફક્ત ગાડી ભાડે મળે તેવી વ્યવસ્થા ઊભી કરાઇ છે.
8 કલાકનું ગાડીનું ભાડું 1400 રૂપિયા રખાયું
રોજના 20 હજારથી વધુ પ્રવાસીઓની અવર જવર
ઓટોમેટિક અને મેન્યુઅલ એમ બે પ્રકારની કારના વિકલ્પ
ગુજરાત વિકાસની હરણફાળ ગતિએ આગળ વધી રહ્યું છે. જેમાં અમદાવાદનો વિકાસ સોળે કળાએ ખીલ્યો છે ત્યારે અનેક સુવિધાથી વખણાતા અમદાવાદ એરપોર્ટ પર નવી સુવિધા ચાલુ કરાઈ છે. રિક્ષા કે ટેક્સીની રાહ જોવાને બદલે અમદાવાદ આવતા બિઝનેસ પેસેન્જર કે પેસેન્જર એક બે દિવસ માટે આવે તો તેમને સેલ્ફ ડ્રાઇવિંગનો ઓપ્શન પણ મળશે. એરપોર્ટ ઉપરથી કાર સેલ્ફ ડ્રાઇવીંગ માટે ભાડે લઈ પેસેન્જર શહેરમાં કામ પતાવી એરપોર્ટ પરત આવી જઈ શકે છે. અહી ઓટોમેટિક અને મેન્યુઅલ એમ બે પ્રકારની કારના વિકલ્પ પણ આપવામાં આવશે.
અમદાવાદ એરપોર્ટથી અમદાવાદ ફરવા માટે વધુ એક વિકલ્પ
સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓ માટે વધુ એક સુવિધા શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી પ્રવાસીઓને કેબ અથવા ઓટો બુકીંગ કરાવીને જવું પડે છે. હવે આ સુવિધાના વિકલ્પ સ્વરૂપે એરપોર્ટ પર રેન્ટ એ સેલ્ફ ડ્રાઈવની સુવિધા આપવામાં આવશે. એરપોર્ટના ટર્મિનલ અંદર જ કાઉન્ટર રાખવાના આવ્યું છે.ત્યાં રજિસ્ટ્રેશન કરાવીને ગાડીને ચાવી મેળવી લેવાની રહેશે. પેસેન્જરે ભાડે લીધેલી ગાડીમાં જીપીએસ લગાવવા આવશે જેના કારણે કોઈ છેતરપીંડી ન કરી શકે. એટલું જ નહી સાથે ગાડીનો દૂર ઉપયોગ ન થાય તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે.
સેલ્ફ ડ્રાઇવિંગનો ઓપ્શન પણ મળશે
વધુમાં પેસેન્જર એક બે દિવસ માટે આવે તો તેમને સેલ્ફ ડ્રાઇવિંગનો ઓપ્શન પણ મળશે. જેમાં મુસાફરો એરપોર્ટ ઉપરથી કાર સેલ્ફ ડ્રાઇવીગ માટે ભાડે લઈ શહેરમાં કામ પતાવી એરપોર્ટ પરત આવી શકે છે. જેથી મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે અને સુવિધાનો લાભ પણ લઈ શકશે. જેમાં 8 કલાકનું ગાડીનું ભાડું 1400 રૂપિયા રખાયું છે. તો 2 હજાર સુધી પણ ખર્ચ થઈ શકે છે. અમદાવાદ રોજના 20 હજારથી વધુ પ્રવાસીઓની અવર જવર થાય છે. ત્યારે પ્રવાસીઓ માટે એક પછી એક સુવિધા વધારવામાં આવી રહી છે. જેને લોકો આવકારી રહ્યા છે.