બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / તમારા કામનું / રેલવેમાં સરકારી જોબની શાનદાર તક: 12 પાસ યુવાનો જલ્દી કરો! નહીંતર રહી જશો, જાણો છેલ્લી તારીખ

કરિયર / રેલવેમાં સરકારી જોબની શાનદાર તક: 12 પાસ યુવાનો જલ્દી કરો! નહીંતર રહી જશો, જાણો છેલ્લી તારીખ

Last Updated: 10:46 AM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નોર્થ ઈસ્ટર્ન રેલ્વેના રેલ્વે રિક્રુટમેન્ટ સેલ (RRC) ગોરખપુર ઝોન હેઠળ કુલ 1104 એપ્રેન્ટિસની જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે અને ઉમેદવારો ner.indianrailways.gov.in પર જઈને અરજી કરી શકે છે.

જે લોકોએ વધારે અભ્યાસ નથી કર્યો અને સારા પગારે કામ કરવા માગે છે અને જેઓ સરકારી નોકરી ઇચ્છે છે તેમના માટે આ એક સારી તક છે. 10મું પાસ કરનાર યુવાનો માટે સરકારી નોકરીનું સપનું પૂરું કરવાની સારી તક સામે આવી છે. નોર્થ ઈસ્ટર્ન રેલવેમાં એપ્રેન્ટિસ પોસ્ટ પર નોકરી મેળવવાની તક છે અને રસ ધરાવતા અને લાયક ઉમેદવારો NER ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.

10-Thousand-Jobs

ભારતીય રેલ્વે નોર્થ ઈસ્ટર્ન રેલ્વે NER ગોરખપુરે વિવિધ ટ્રેડ એપ્રેન્ટીસ માટે ભરતીની નોટિફિકેશન બહાર પાડી છે. આ માટે રસ ધરાવતા ઉમેદવારો Indianrailways.gov.in દ્વારા ઓનલાઈન અરજી કરી શકાય છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા સંસ્થામાં કુલ 1104 જગ્યાઓ પર લાયકાત ધરાવતા અને પસંદ કરેલા ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.

Website Ad 3 1200_628

12 જૂનથી ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અને અને અરજી કરવાની છેલ્લી તારીખ 11 જુલાઈ, 2024 છે. અરજી કરવા માટે ઉમેદવારે ઓછામાં ઓછા 50% માર્ક્સ સાથે હાઇસ્કૂલ અથવા 10મું પાસ કરેલ હોવું જોઈએ અને સાથે જ એ કામ માટે ITI પાસ કરેલ હોવું જોઈએ.જણાવી દઈએ કે અરજી કરનાર ઉમેદવારોએ પ્રોસેસિંગ ફી તરીકે રૂ. 100 ચૂકવવાના રહેશે. જ્યારે SC, ST, દિવ્યાંગ, PWBD, મહિલા ઉમેદવારોને પણ પ્રોસેસિંગ ફી નહીં ચૂકવવાની રહે.

વધુ વાંચો: IAS અને IPSની વિશેષતા શું હોય છે? કેટલો હોય છે તેમનો પગાર, જાણો

આ ભરતી અભિયાન દ્વારા સંસ્થામાં કુલ 1104 જગ્યાઓ ભરવામાં આવશે.

મિકેનિકલ વર્કશોપ/ગોરખપુર: 411 જગ્યાઓ

સિગ્નલ વર્કશોપ/ગોરખપુર કેન્ટ: 63 જગ્યાઓ

બ્રિજ વર્કશોપ/ગોરખપુર કેન્ટ: 35 જગ્યાઓ

મિકેનિકલ વર્કશોપ/ઇજ્જતનગર: 151 જગ્યાઓ

ડીઝલ શેડ/ઇજ્જતનગર: 60 જગ્યાઓ કેરેજ

વેગન/ઇજ્જતનગર: 64 જગ્યાઓ કેરેજ

વેગન/લખનૌ જંકશન: 155 જગ્યાઓ

ડીઝલ શેડ/ગોંડા: 90 પોસ્ટ્સ કેરેજ

વેગન/વારાણસી: 75 પોસ્ટ

સંકળાયેલા મુદ્દાઓ

North Eastern Railway Railway Jobs Railway Apprentice Jobs
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ