બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Tech & Auto / ટેક અને ઓટો / WhatsAppમાં આવશે નવું જબરદસ્ત ફીચર, થીમમાં રાખી શકશો તમારો ફેવરિટ કલર

ટેકનોલોજી / WhatsAppમાં આવશે નવું જબરદસ્ત ફીચર, થીમમાં રાખી શકશો તમારો ફેવરિટ કલર

Last Updated: 04:04 PM, 29 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવી સુવિધાઓ પ્રથમ બીટા ટેસ્ટર્સ માટે રિલીઝ કરવામાં આવે છે અને પછી સામાન્ય લોકો માટે રોલઆઉટ કરવામાં આવે છે.

WhatsApp Theme Color Feature: વોટ્સએપ આઈફોન યુઝર્સ માટે એક નવું કલર થીમ ફીચર લાવી રહ્યું છે, જેમાં યુઝર્સ પોતાની પસંદગી મુજબ ચેટ થીમનો કલર બદલી શકશે. આવો જાણીએ આ ફીચર વિશે

મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ સતત નવા ફીચર્સ પર કામ કરી રહ્યું છે. નવી સુવિધાઓ પ્રથમ બીટા ટેસ્ટર્સ માટે રિલીઝ કરવામાં આવે છે અને પછી સામાન્ય લોકો માટે રોલઆઉટ કરવામાં આવે છે. દરમિયાન હવે WhatsApp પર નવી કલર આધારિત થીમ દેખાવા જઈ રહી છે, જે iPhone યુઝર્સ માટે છે. જો કોઈને આ ફેરફાર પસંદ ન હોય તો તે તેના મનપસંદ રંગ પ્રમાણે વોટ્સએપની થીમ સેટ કરી શકે છે.

iOS બીટા વર્ઝન પર ચાલી રહ્યું છે

અત્યાર સુધી અમે અમારા વોટ્સએપ પર માત્ર બે જ કલર થીમ જોતા આવ્યા છીએ, રેગ્યુલર મોડ અથવા ડાર્ક મોડ, પરંતુ હવે તમે તમારી પસંદગી મુજબ અલગ-અલગ કલર થીમ પસંદ કરી શકશો. આ સિવાય યુઝર્સ ચેટ બબલનો રંગ પણ બદલી શકશે. હાલમાં આ ફીચરનું ટેસ્ટિંગ WhatsAppના iOS બીટા વર્ઝન પર ચાલી રહ્યું છે. આ ફીચર iOS બીટા વર્ઝન 24.11.10.70માં જોવામાં આવ્યું છે, જે ધીમે ધીમે લોકો માટે રોલઆઉટ કરવામાં આવશે.

whatsapp

તમે કેવી રીતે કરી શકો છો તેનો ઉપયોગ ?

WABetaInfo અનુસાર આ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે તમારા WhatsApp એકાઉન્ટની સેટિંગ્સમાં જવું પડશે, અહીં તમને ચેટનો વિકલ્પ દેખાશે. જ્યારે તમે અહીં ક્લિક કરશો ત્યારે યુઝરે થીમ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. આ પછી વોટ્સએપ યુઝરને ડિફોલ્ટ ચેટ થીમ ઓપ્શન દેખાશે. તમે અહીં જે પણ રંગ પસંદ કરશો, તે ડિફોલ્ટ ચેટ થીમ બની જશે.

વધુ વાંચોઃ ખરાબ હેન્ડ રાઇટિંગને સુધારવાની સરળ અને કારગર ટિપ્સ, મોતીના દાણા જેવા લખી શકશો અક્ષરો

જ્યારે તમે આ થીમ બદલો છો, ત્યારે તમારી ચેટ બેકગ્રાઉન્ડ અને ચેટ બબલ બંનેનો રંગ બદલાઈ જશે. જાણકારી અનુસાર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ યુઝર્સને પાંચ કલર ઓપ્શન આપી શકે છે. તેમાં લીલો, વાદળી, સફેદ, ગુલાબી અને વાયોલેટ જેવા રંગોનો સમાવેશ થાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

Latest Feature WhatsApp Chat Color Theme WhatsApp
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ