બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / હવે આ મિરર ઇમેજ બેક્ટેરિયા શું છે? જેનાથી માનવ જાતિ પર આવી શકે છે મોટો ખતરો, વૈજ્ઞાનિકોએ કરી અપીલ
Last Updated: 10:11 AM, 14 December 2024
વૈજ્ઞાનિકોના મતે 'મિરર-ઇમેજ' બેક્ટેરિયા કુદરતી રીતે જોવા મળતા બાયોલોજિકલ મોલિકયુલની વિપરીત રચના ધરાવે છે. જો આ બેક્ટેરિયા પર્યાવરણમાં ફેલાઈ જાય તો, મનુષ્યો, પ્રાણીઓ અને છોડની રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડી શકે છે. આ જીવલેણ ચેપનો સામનો કરવો શક્ય નથી.
ADVERTISEMENT
શું છે આ 'મિરર-ઇમેજ' બેક્ટેરિયા?
ADVERTISEMENT
આ બેક્ટેરિયા 'ડાબા હાથ' અથવા 'જમણા હાથ' જેવો લાગે છે. જો કે, વૈજ્ઞાનિકો હવે એવા બેક્ટેરિયા પર કામ કરી રહ્યા છે, જેના મોલિકયુલ આના વિરુદ્ધ દિશામાં હોય. એક સંપૂર્ણ 'મિરર-ઇમેજ' જીવ બનાવવું હજી સુધી શક્ય બન્યું નથી. પરંતુ વૈજ્ઞાનિકોનું માનવું છે કે, આગામી દાયકામાં આ ઘટના શક્ય બની શકે છે.
વધુ વાંચો 10માંથી 9 લોકોના શરીરમાં છૂપાઇને બેઠો છે આ ઘાતક બેક્ટેરિયા! ભૂલ કરી તો ગયા કામથી, રહેજો એલર્ટ!
ખતરો શું છે?
યુનિવર્સિટી ઓફ પિટ્સબર્ગના પ્રોફેસર વોન કૂપરના જણાવ્યા અનુસાર, "મિરર-ઇમેજ બેક્ટેરિયા માણસો, પ્રાણીઓ અને છોડની રોગપ્રતિકારક સિસ્ટમથી બચી શકે છે. તેના કારણે થતા ચેપ આપણા માટે જીવલેણ બની શકે છે અને તેને રોકવું અશક્ય હશે. યેલ યુનિવર્સિટીના ઇમ્યુનોલોજિસ્ટ રુસલાન મેડઝિટોવે ચેતવણી આપી હતી કે, જો આ બેક્ટેરિયા જમીન અને ધૂળમાં ફેલાશે તો ચોક્કસપણે પર્યાવરણને કાયમ માટે દૂષિત કરી શકે છે.
વૈજ્ઞાનિકોની અપીલ
નોબેલ પુરસ્કાર વિજેતા જેક સોગસ્ટોક અને ગ્રેગ વિન્ટર સહિત 38 નિષ્ણાતોની આંતરરાષ્ટ્રીય ટીમે 'મિરર-ઇમેજ' બેક્ટેરિયાના વિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. આ વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે, જ્યાં સુધી એ સાબિત ન થાય કે આ જીવોથી કોઈ ખતરો નથી, ત્યાં સુધી તેમના પર સંશોધન બંધ કરવું જોઈએ. યુનિવર્સિટી ઓફ મિનેસોટાના વૈજ્ઞાનિક કેટ એડમાલા, જેમણે અગાઉ આના પર કામ કર્યું હતું, તેમણે જણાવ્યું કે આ જીવ ખતરનાક હોવાથી તેઓને પોતાની દિશા બદલવી પડી. તેમણે વધૂમાં કહ્યું કે, આપણે 'મિરર-લાઈફ' બનાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ. આ અંગે હવે વિશ્વવ્યાપી ચર્ચા શરૂ કરવાનો સમય આવી ગયો છે.
શું કરી શકાય?
ઈમ્પીરીયલ કોલેજ લંડનના પ્રોફેસર પોલ ફ્રીમોન્ટે આને એક જવાબદાર સંશોધન ગણાવ્યું હતું. તેમનું માનવું છે કે, આ ટેક્નોલોજીનો ઉપયોગ માત્ર નિયંત્રણ મેળવવા અને સુરક્ષિત રીતે થવો જોઈએ. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, સંશોધકો અને ફંડિંગ એજન્સીઓએ આ દિશામાં કોઈ પગલું ભરતા પહેલા તેના પર થતાં જોખમો પર ગંભીર વિચાર કરવો જોઈએ.
બધાજ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/ એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT