બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકોની ભરતી અંગે શિક્ષણ મંત્રીનું મોટું એલાન, હવે નહીં પડે NOCની જરૂર
Last Updated: 09:39 PM, 16 January 2025
રાજ્યનાં શિક્ષણ વિભાગ દ્વારા ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની ભરતીને લઈ મહત્વનો નિર્ણય લીધો છે. નવી નિમણૂંકમાં એનઓસીની જરૂર રહેશે નહીં. અટલે કે, શિક્ષક કે આચાર્ય તરીકે પસંદગી પામેલા ઉમેદવારોઓએ એનઓસી મેળવવી પડશે નહીં. જિલ્લા શિક્ષણાધિકારી નિમણૂંક પામેલા ઉમેદવારોને મંજૂરી આપશે. જે બાબતે શિક્ષણ મંત્રી ડો કુબેર ડિંડોરે જાહેરાત કરી છે.
ADVERTISEMENT
માન.મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp સાહેબના નેતૃત્વમાં શિક્ષણ વિભાગનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય.. pic.twitter.com/cgkbx29R7X
— Dr. Kuber Dindor (@kuberdindor) January 16, 2025
મંત્રી ડો કુબેર ડિંડોરે ટ્વીટ કરી
ADVERTISEMENT
શિક્ષણ મંત્રી ડો કુબેર ડિંડોરે X પર ટ્વીટ કરી લખ્યું છે કે, ''અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં હાલ ચાલી રહેલી કેન્દ્રીય ભરતી પ્રક્રિયામાં આચાર્ય કે શિક્ષક તરીકે નિમણૂંક માટે શાળાની એન.ઓ.સીની જરૂરિયાત રહેશે નહીં અને નવી નિમણૂંક મેળવનારને શાળામાંથી છુટા થવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી પણ નવી જગ્યાએ હાજર થવા છુટા કરી શકશે''
આ પણ વાંચો: સૈફઅલી પર ઘાતકી હુમલાથી લઈ 8માં પગાર પંચ અને ISROના કમાલ સુધી..જુઓ 8 મોટા સમાચાર
અગાઉ જૂના શિક્ષકોની ભરતી બાબતે ઠરાવ પસાર કરાયો હતો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની જુના શિક્ષક તરીકે ભરતી કરી શકાય તે માટે વિચારણા કરવા અને ભરતી અંગેની સૂચનાઓ નિયત કરવા ઠરાવ પસાર કરાયો હતો. વિભાગના તા.04/01/2024ના ઠરાવ ક્રમાંક: ED/MSM/e- file/3/2023/3375/G થી સમિતિની રચના કરવામાં આવેલ હતી. સમિતિએ રજૂ કરેલ ભલામણો સહિતનો અહેવાલ ધ્યાને લઈને જૂના શિક્ષકોની ભરતી કરવા કેટલાક નિયમો બાનવવામાં આવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.