બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ફરી એકવાર ક્ષત્રિય સમાજ મેદાને, એક ઉદ્દેશ્ય સાથે થશે એકઠાં, નવા જુનીના એંધાણ
Last Updated: 08:51 PM, 18 September 2024
ક્ષત્રિય સમાજમાં નવા મોરચાનું નિર્માણ થવા જઇ રહ્યું છે.. લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજમાં અલગ અલગ ફાંટા પડ્યા હતા અને રાજકોટ લોકસભા બેઠકમાં કરેલા આંદોલનની અસર પરીણામ પર જોવા મળી ન હતી.હવે ક્ષત્રિય સમાજના એક નવા સંગઠનનું નિર્માણ થવા જઇ રહ્યું છે.. જેનું નામ છે. સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ.
ADVERTISEMENT
20 સપ્ટેબરના રોજ ભવ્ય સંમેલન
આગામી 20 સપ્ટેબરના રોજ અમદાવાદના ગોતામાં આવેલ રાજપુત સમાજ ભવન ખાતે ગુજરાતના રાજા રજવાડા ઓથી લઈ તમામ ક્ષત્રિયોનું ભવ્ય સંમેલન યોજવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના રાજકિય નેતાઓ પણ આવશે, સાથે જ સંમેલનમાં ક્ષત્રિય સમાજને વઘુ મજબુત કરવા અને તમામ ક્ષત્રિય પેટાજ્ઞાતીઓ એક થાય તે રીતનુ આયોજન કરવામાં આવ્યુ છે ઉપરાંત ગુજરાતમાં અનેક વર્ષોથી ક્ષત્રિય સમાજના પ્રમુખ ના હોવાના કારણે ક્ષત્રિય સમાજ દ્વારા ભાવનગરના રાજવીને સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ બનાવવાનો નિર્ણય જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT
ક્ષત્રિય સમાજને એક કરવાનો ઉદ્દેશ્ય
ક્ષત્રિય સમાજનો દેશના ઘડતરમાં અને વિકાસમાં મોટો ફાળો હોવા છતાં પણ આજે આર્થિક, સામાજિક, શૈક્ષણિક કે રાજકીય એવા તમામ ક્ષેત્રોમાં આગવું સ્થાન નથી. ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશ્યથી આ સંગઠન ઊભું થવા જઈ રહ્યું છે. આ સમારોહમાં સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચની જાહેરાત થશે. જેના પ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા વિજયરાજસિંહજી ગોહિલની તાજપોશી કરવામાં આવશે. તેવું રાજપુત વિદ્યાસભાના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયાએ જણાવ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં વીજ કંપનીઓની ઉઘાડી લૂંટ! કોંગ્રેસે કર્યો 500 ટકાવાળા કૌભાંડનો દાવો, ભાજપ સુધી કરંટ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.