બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / લાઈફસ્ટાઈલ / કુંભ સહિત આ 5 રાશિના જાતકોને પડી જશે લીલા લહેર, આજથી બની રહ્યો છે આ અદભુત સંયોગ
5 ફોટો ગેલેરી
Last Updated: 08:44 AM, 24 July 2024
1/5
આજના દિવસે બની રહેલા આ ખાસ યોગ સૌભાગ્ય યોગ, શોભન યોગ સહિત ઘણા શુભ ફળદાયી રહેશે. જેના કારણે 5 રાશિના જાતકોને શુભ સમાચાર સાંભળવા મળશે અને નોકરી અને વ્યવસાયમાં પ્રગતીની તક મળશે. રાશિઓની સાથે અમુક જ્યોતિષ ઉપાય પણ જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોને કરવાથી કુંડળીમાં બુધ ગ્રહની સ્થિતિ મજબૂત રહેશે અને ગૌરી પુત્ર ગણેશની પણ કૃપા પ્રાપ્ત થશે.
2/5
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ફળદાયી રહેશે. લોકપ્રિયતા વધશે અને માન-સન્માન અને પ્રતિષ્ઠામાં સારી વૃદ્ધિ થશે. તમારા જે કાર્ય ખૂબ જ લાંબા સમયથી અટકેલા હતા તે આજે ગણેશજીની કૃપાથી પુરા થશે અને ભાગ્યનો પણ સંપૂર્ણ સાથ મળશે. વેપાર કરનાર માટે ઉચ્ચ લાભની સંભાવના છે. અને વ્યવસાયને વધારે સારી રીતે સંચાલિત કરી શકશો. નોકરીયાતને સારા અવસર મળશે અને જીવનમાં સુખ-સુવિધાઓ પણ વધશે. વૈવાહિક જીવનમાં પાર્ટનર સાથે સંબંધ વધારે મજબૂત થશે.
3/5
આજનો દિવસ તુલા રાશિના લોકો માટે ખૂબ જ ફળદાયી રહેશે. ભાગ્યનો સાથ મળશે અને દરેક કાર્યમાં સફળતા મળશે. જીવનમાં તમને દરેક પ્રકારના ભૌતિક સુખોની પ્રાપ્તિ થશે અને અટકેલા ધનની પ્રાપ્તિ થશે. તમને ભવિષ્યમાં સારો લાભ મળશે. નોકરી અને વેપાર કરનારને સારી પ્રગતિ થશે અને નવા બિઝનેસ શરૂ કરવા માટે સારા આઈડિયા મળશે. નવી સંપત્તિની ખરીદી કરશો.
4/5
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે. ગજબનો આત્મવિશ્વાસ જોવા મળશે. બચત પણ કરી શકશો. વેપાર કરતા લોકો માટે નવો ઓર્ડર મળવાની પ્રબળ સંભાવના છે અને વેપારીક યાત્રા પણ લભકારી રહેશે. નોકરીયાતને સારો લાભ મળશે અને કાર્યક્ષેત્રમાં ઉન્નતિના અવસર પ્રાપ્ત થશે. ત્યાં જ વેપારીઓની કાલ પ્રતિસ્પર્ધિયોની વચ્ચે એક મજબૂત છબી સ્થાપિત થશે અને ઉચ્ચ લાભ પ્રાપ્ત કરવામાં સરળતા થશે.
5/5
આજે કુંભ રાશિના લોકો માટે અનુકુળ યોગ છે. કુંભ રાશિના લોકોને અચાનક ધન લાભા થશે અને અવિવાહિત લોકોના લગ્નનો સારો પ્રસ્તાવ મળી શકે છે. નવા લોકો સાથે મુલાકાત થઈ શકે છે. લક્ષ્ય નિર્ધારિત કરીને કામ કરશો તો સરળતા રહેશે અને જલ્દી કામ પુરૂ થશે. કોઈ જુના રોકાણનો આજે ફાયદો મળી શકે છે. સારૂ રિટર્ન મળશે અને અન્ય જગ્યાઓ પર પણ રોકાણ કરી શકશો. પરિવારીક જીવનની વાત કરીએ તો પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે અને નવવિવાહિત જાતકોના ઘરે ખુશ ખબરી આવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ