બ્રેકિંગ ન્યુઝ
6 ફોટો ગેલેરી
Last Updated: 05:19 PM, 25 June 2024
1/6
12 જુલાઈથી મંગળ વૃષભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. વૈદિક જ્યોતિષ અનુસાર મંગળને ભૂમિ, સાહસ, વીરતાનો પણ કારક માનવામાં આવે છે. વૃષભ રાશિમાં પહેલાથી જ ગુરૂ બિરાજમાન છે. એવામાં મંગળ અને ગુરૂની વૃષભ રાશિમાં યુતિ પણ રહેશે. ત્યાં જ મંગળ લગભગ 46 દિવસ સુધી વૃષભ રાશિમાં જ બિરાજમાન રહેશે. જાણો મંગળ ગોચર કઈ રાશિના લોકો માટે રહેશે કષ્ટદાયી.
2/6
મંગળનું ગોચર મિથુન રાશિથી 12માં ભાવમાં થવા જઈ રહ્યું છે. એવામાં મિથુન રાશિના જાતકોને પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. તમને હોસ્પિટલના ચક્કર લગાવવા પડી શકે છે. જો તમે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છો તો તેના માટે તમને વધારે પ્રયત્ન કરવો પડી શકે છે. નોકરીયાતને કામના કારણે વધારે થાક અને સ્ટ્રેસ રહેશે. પારિવારિક જીવનમાં સંતુલન બનાવી રાખો.
3/6
કર્ક રાશિના જાતકો માટે મંગળનું ગોચર 11માં ભાવમાં થઈ રહ્યું છે. આ સમય દરમિયાન તમારી ઈચ્છાઓ અધુરી રહી શકે છે. સાથે જ સમાજમાં તમારી છવી પણ પ્રભાવિત થઈ શકે છે. કરિયરમાં ઉન્નતિ અમુક સમય માટે રોકાઈ શકે છે. તમારા મોટા ભાઈ બહેનની સાથે સંબંધ મધુર નહીં રહે. સાથે જ તમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ તમને નકામા કામકાજનો સ્ટ્રેસ લેવો પડી શકે છે.
4/6
વૃશ્ચિક રાશિથી 7માં ભાવમાં મંગળનું ગોચર થવા જઈ રહ્યું છે. આ સમય દરમિયાન વૈવાહિક સંબંધોમાં કંઈક સમસ્યા આવી શકે છે. તમને આ સમયે પોતાના પાર્ટનરની સાથે સંબંધ મજબૂત કરવા માટે વધારે પ્રયત્ન કરવો પડી શકે છે. આ સમય દરમિયાન તમે પોતાના પર આત્મ નિયંત્રણ નહીં કરી શકો. જેના કારણે તમને ખૂબ જ સંઘર્ષ કરવો પડી શકે છે.
5/6
6/6
મીન રાશિના જાતકોના 3 ભાવમાં ગોચર થવા જઈ રહ્યો છે. આ સમય દરમિયાન મીન રાશિના જાતકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ તમને આવક સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. નાના ભાઈ બહેનના કારણે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. મંગળ આ સમયમાં તમને નાનકડી યાત્રા કરાવી શકે છે. જે તમને કષ્ટ આપી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
ટોપ સ્ટોરીઝ