બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / જૂનમાં શુક્ર, શનિ સહિત આ 5 મોટા ગ્રહો કરશે હલચલ, ખુલી જશે કિસ્મતના તાર, પૂર્ણ થશે મનોકામના

જ્યોતિષ શાસ્ત્ર / જૂનમાં શુક્ર, શનિ સહિત આ 5 મોટા ગ્રહો કરશે હલચલ, ખુલી જશે કિસ્મતના તાર, પૂર્ણ થશે મનોકામના

Last Updated: 02:36 PM, 28 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Grah Gochar 2024: જૂન 2024માં શુક્ર, સૂર્ય, શનિ સહિત 5 મોટા ગ્રહોની હલચલ થવા જઈ રહી છે. બુધ, શુક્ર, મંગળ અને સૂર્ય ગ્રહ પોતાની રાશિ પરિવર્તન કરશે. ત્યાં જ શનિ પોતાની જ રાશિ કુંભમાં વક્રી થશે.

જૂન 2024માં શુક્ર, સૂર્ય, શનિ સહતિ 5 મોટા ગ્રહોની હલચલ થવા જઈ રહી છે. બુધ, શુક્ર, મંગળ અને સૂર્ય ગ્રહ પોતાના રાશિ પરિવર્તન કરશે. ત્યાં જ શનિ પોતાની જ રાશિ કુંભમાં વક્રી થશે. આ 5 મોટા ગ્રહોની આ હલચલની અસર દરેક 12 રાશિઓ પર પડી શકે છે. જોકે તેમાં પણ 5 રાશિઓના જાતકો પર સરાકાત્મક અસર પડશે. જે તમારા માટે ભાગ્યોદય જેવું રહેશે.

Zodiac.jpg

જૂન 2024ના ગ્રહ ગોચર બદલશે 5 રાશિઓનું ભાગ્ય

મેષ

જૂનમાં બુધ, શુક્ર, મંગળ અને સૂર્યનું રાશિ પરિવર્તન તમાકા માટે શુભ ફળદાયી થવા જઈ રહ્યું છે. જે લોકો નવા કામની શોધમાં છે કે પોતાના કામનો વિસ્તાર કરવા માંગે છે તે તેમાં સફળ થઈ શકે છે. જૂનનો મહિનો તમારા માટે પ્રગતિ આપનાર સાબિત થઈ શકે છે. નોકરીયાત માટે નવી જોબ ઓફર આવી શકે છે. આ સમયમાં તમને કોઈ મોટી ખુશખબરી મળી શકે છે.

વૃષભ

4 મોટા ગ્રહોના રાશિ પરિવર્તનનો પ્રભાવ વૃષભ રાશિના લોકો માટે સકારાત્મક થશે. શુક્ર તમારા જીવનને સુખ અને ખુશીઓથી ભરી શકે છે. ત્યાં જ સૂર્યનો શુભ પ્રભાવ કરિયરમાં નવી ઉડાન ભરી શકે છે. બુધના સકારાત્મક અસરથી તમારી આવક વધશે અને બિઝનેસમાં વધારો થઈ શકે છે. જૂનમાં આર્થિક સ્થિતિ મજબૂત થશે અને નાણાકીય સંકટ દૂર થશે. આ સમયે તમારી કિસ્મત ચમકી શકે છે. ધનના મામલામાં આ મહિનો સારો રહેશે.

zodiac-horoscope-with-divination-dice-2023-04-14-19-45-25-utc_0.jpg

સિંહ

જૂનમાં ગ્રહોના રાશિ પરિવર્તનથી તમારા જીવનમાં સકારાત્મક ફેરફાર આવવાની સંપૂર્ણ સંભાવના છે. તમે આવકના નવા સ્ત્રોત બનાવી શકો છો. તેનાથી તમારી ઈનકમમાં વધારો થઈ શકે છે. આ કારણે તમારૂ બેંક બેલેન્સ પણ પહેલાથી વધારે રહેશે. તમારૂ સ્વાસ્થ્ય સારૂ રહેશે. જૂનમાં તમારા યશ અને કીર્તિમાં વધારો થશે. તમારી કોઈ ગુડ ન્યૂઝ સાંભળવા મળી શકે છે.

કન્યા

જૂનમાં 4 મોટા ગ્રહોના ગોચર અને શનિની ઉલ્ટી ચાલની અસર કન્યા રાશિના લોકો પર સકારાત્મક થઈ શકે છે. જે લોકો ઘણા સમયથી નોકરીની શોધમાં છે તેમના માટે ગોલ્ડન તક છે. વર્તમાન નોકરીમાં પણ તમારૂ વેતન વધી શકે છે. તેનાથી સેવિંગ વધશે. બિઝનેસ કરનારને પણ નફો થશે. જો તમે કોઈ પ્રોપર્ટી ખરીદવા માંગો છો કે નવી ગાડી ખરીદવા માંગો છો તો તમારી ઈચ્છા પુરી થઈ શકે છે.

વધુ વાંચો: હવે LIC વેચશે હેલ્થ ઇન્શ્યોરન્સ! કંપનીએ કહ્યું 'તૈયારી પૂર્ણ, બસ હવે મોકાની રાહ...'

ધન

જૂનમાં આ ગ્રહોના રાશિ પરિવર્તનના શુભ પ્રભાવ તમારા જીવનમાં પડશે. તમારા પર કિસ્મત મહેરબાન રહેશે. જેનાથી ધનની આવક સારી રહેશે. બિઝનેસ કરતા લોકોને ઘણા પાર્ટનર મળી શકે છે અથવા તો તમારા હાથે કોઈ મોટી ડીલ આવી શકે છે. જેનાથી ભાગ્ય બદલાઈ જશે. આ મહિનામાં તમારૂ ધન વધશે. જોબ કરનારને ઈચ્છા અનુસાર નવી નોકરીનો પ્રસ્તાવ આવી શકે છે. જે તમારી સેલેરીમાં વધારો કરશે અને પ્રતિષ્ઠા પણ વધશે.

સંકળાયેલા મુદ્દાઓ

Zodiac Sign Grah Gochar 2024 જ્યોતિષ શાસ્ત્ર
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ