બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાત સરકારે નવી મનપામાં GPSC મારફતે વર્ગ 1-2ની જગ્યાઓ ભરવા માટે આપી મંજૂરી
Last Updated: 06:18 PM, 19 January 2025
રાજ્યની નવી જાહેર થયેલી 9 મહાનગરપાલિકાઓમાં અધિકારીઓની ભરતી કરવા સરકારે લીલી ઝંડી આપી છે. વર્ગ 1 અને વર્ગ 2ની જગ્યાઓ ભરવા માટે મંજૂરી આપવામાં આવી છે ત્યારે GPSC જગ્યાઓ ભરવા માટે ટૂંક સમયમાં ભરતી પ્રક્રિયા શરૂ કરશે. સરકારી વિભાગમાંથી જગ્યાઓ અંગે વિગત મળ્યા બાદ ભરતી પ્રક્રિયા શરૂ તેમ GPSCના ચેરમેન હસમુખ પટેલે જાણકારી આપી છે.
ADVERTISEMENT
રાજ્યની મહાનગરપાલિકાઓ ની વર્ગ 1 અને 2 ની જગ્યાઓ જીપીએસસી દ્વારા ભરવા રાજ્ય સરકારનો નિર્ણય.
— Hasmukh Patel (@Hasmukhpatelips) January 19, 2025
જગ્યાઓની વિગતો પ્રાપ્ત થતા આયોગ ભરતીની કાર્યવાહી ઝડપથી શરૂ કરશે. pic.twitter.com/nONslr64mO
હસમુખ પટેલે ટ્વીટ કરી
ADVERTISEMENT
GPSCના ચેરમેન હસમુખ પટેલે X પર પોસ્ટ કરી છે કે, ''રાજ્યમા હાલ કુલ 17 મહાનગરપાલિકાઓમાં રાજ્યની અંદાજિત 48 % વસતિ વસવાટ કરી રહી છે. રાજ્યની મહાનગરપાલિકામાં વસતાં લોકોને પાયાની સુવિધાઓ સુદ્રઢ રીતે અને સમયમર્યાદામાં પુરી પાડવી આવશયક છે. આ સેવાઓ નાગરીકોને સમયમર્યાદામા પુરી પાડવા માટે રાજ્યની મહાનગરપાલિકાઓમાં ધી જી.પી.એમ.સી. એક્ટ-1949, પાણી, રોડ રસ્તા, સેનીટેશન, STP, SWM, ટેન્ડરીંગ, ખરીદ પધ્ધતિ, આરોગ્ય, ઓડિટ, એકાઉન્ટીંગ, ટેક્સ વિગેરે બાબતેની કામગીરી માટે સક્ષમ માનવબળની આવશ્યકતા રહે છે. આ સેવાઓ/જગ્યાઓ પરની સીધી ભરતી સ્પર્ધાત્મક, તંદુરસ્ત અને પારદર્શિ હોવી ખૂબ જ જરૂરી છે. જેથી રાજ્ય સરકાર દ્વારા મહાનગરપાલિકાઓ હસ્તકની વર્ગ 1 અને 2 જગ્યાઓની સીધી ભરતી ગુજરાત જાહેર સેવા આયોગ મારફત કરવાની અનુમતિ આપવામા આવેલ છે. આમ, મહાનગરપાલિકાઓ હસ્તકની વર્ગ-1 અને 2 જગ્યાઓની સીધી ભરતી ગુજરાત જાહેર સેવા આયોગ મારફતે કરવા બાબતે સૂચનાઓ ધ્યાને લેવા વિનંતી છે''.
આ પણ વાંચો: ગુજરાત કેડરના IPS ડો.શમશેર સિંહની BSFમાં નિમણૂંક, કેન્દ્રીય ગૃહ વિભાગે આપી મંજૂરી
કેટલાક સૂચનો પણ રજૂ કર્યા છે
(૧) મહાનગરપાલિકાઓ હસ્તકની વર્ગ-1 અને વર્ગ-2ની જગ્યાઓનાં ભરતી નિયમો સામાન્ય વહીવટ વિભાગના "ભરતી નિયમો ઘડતી વખતે વિચારણા લેવાની બાબતો અંગે માર્ગદર્શક સૂચનાઓ" અંગેના તા.14.02.2019 ના ઠરાવ ધ્યાનેનાં રહેશે.
(2) મહાનગરપાલિકાઓ હસ્તકની જગ્યાની સીધી ભરતી આયોગ મારફત કરવા માટે સંબંધિત મહાનગરપાલિકાએ તેઓની સામાન્ય સભા/સક્ષમ સત્તાની મંજૂરી મેળવીને દરખાસ્ત આયોગ ને મોકલી આપવાની રહેશે.
(3) સંબંધિત મહાનગરપાલિકા દ્વારા સામાન્ય વહિવટ વિભાગના "માંગણીપત્રક (Requisition) નો નમૂનો અદ્યતન કરવા અંગે"ના તા.12.12.2024ના પરિપત્ર અને વખતો વખતના નિતી-નિયમોને ધ્યાને લઈને માંગણીપત્રક, ભરતી નિયમો, પરિક્ષા નિયમો(Examination Rules) સહિતની મ્યુનિસિપલ કમિશનરની સહી સાથેની દરખાસ્ત આયોગ ને કાર્યવાહી અર્થે મોકલી આપવાની રહેશે.
(4) મહાનગરપાલિકાઓ હસ્તકની જગ્યાના ભરતી નિયમોમા સીધી ભરતીની જોગવાઈ, રાજ્ય સરકાર હસ્તકની સમાન પ્રકારની જગ્યાની સીધી ભરતીની જોગવાઈ સાથે સુસંગત હોય તો તેવી જગ્યાઓની સીધી ભરતી GPSC મારફતે કરી શકાશે. અથવા તો, જે જગ્યા રાજ્ય સરકારની જગ્યાઓ સાથે સુસંગત ન હોય તે જગ્યાઓની સીધી ભરતી આયોગ મારફતે અલગથી જાહેરાત આપી કરી શકાશે.
(5) મહાનગરપાલિકાઓ હસ્તકની જે જગ્યાઓની સીધી ભરતી કરવા બાબતે દરખાસ્ત આયોગ ને પ્રાપ્ત થાય તે જગ્યાઓ પર જ સીધી ભરતી આયોગ મારફતે કરવાની થશે.
(6) મહાનગરપાલિકાઓ હસ્તકની આયોગ મારફત ભરવામાં આવેલ જગ્યાઓ સંબંધિત મહાનગરપાલિકાઓની ગણાશે. આ જગ્યાઓ રાજ્ય સરકારની જગ્યાઓ ગણાશે નહીં
(7) સીધી ભરતીની કાર્યવાહિ માટે જે પણ ખર્ચ થાય તે ખર્ચ સબંધિત મહાનગરપાલિકાએ આયોગ ને ચૂકવવાનો રહેશે. રાજ્ય સરકારે કોઈ પણ પ્રકારનો ખર્ચ ચૂકવવાનો રહેશે નહીં
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.