બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / આજે ગુજરાતમાં 21 જિલ્લામાં GPSC વર્ગ 1-2ની પરીક્ષાનુ આયોજન, 90,000થી વધુ ઉમેદવારો આપશે એક્ઝામ

GPSC / આજે ગુજરાતમાં 21 જિલ્લામાં GPSC વર્ગ 1-2ની પરીક્ષાનુ આયોજન, 90,000થી વધુ ઉમેદવારો આપશે એક્ઝામ

Last Updated: 07:50 AM, 20 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

11.40 વાગ્યા સુધીમાં ઉમેદવારોએ પરીક્ષાકેન્દ્ર પર પહોંચી જવું પડશે. 15 મિનિટ પહેલા ઉમેદવારોને OMR અપાશે ઉમેદવારોને પ્રશ્નપત્ર 12 વાગે જ આપવામાં આવશે

આજે રાજ્યમાં GPSC વર્ગ 1-2 ની ભરતી પરીક્ષા યોજાશે. પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર બાદ પ્રથવાર આ પરીક્ષા યોજાવા જઇ રહી છે. રાજ્યના 21 જિલ્લામાં પરીક્ષાનુ આયોજન કરાયું છે. વર્ગ-1ની 21, વર્ગ-2ની 157 બેઠકો માટે ભરતી પરીક્ષા યોજાશે. જ્યારે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝૂંબેશ હેઠળ કુલ 37 જગ્યા પર ભરતી કરાશે. જેમાં વર્ગ-1 માટે 9 અને વર્ગ-2 માટે 28 જગ્યાઓ માટે પરીક્ષા લેવાશે. 

GPSCની ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 અને વર્ગ-2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-2ની જાહેરાત ક્રમાંક- 240/2024-25ની કુલ 244 જગ્યા માટે પરીક્ષા યોજાશે. 12:00થી 3:00 વાગ્યા સુધીમાં પરીક્ષા લેવામાં આવશે. રાજ્યમાં 97 હજાર ઉમેદવારો આ પરીક્ષા આપશે.

આ પણ વાંચોઃ નવસારીમાં ટેન્કરે પલટી મારતા રસ્તા પર પેટ્રોલ-ડીઝલની નદી વહી! જુઓ વીડિયો

10.15 વાગ્યાથી 11.15 વાગ્યા સુધી વિદ્યાર્થીઓને પરીક્ષાકેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવશે, 12 વાગ્યે વિદ્યાર્થીઓને પ્રશ્નપત્ર આપવામાં આવશે.

GPSCની ચેરમેન હસમુખ પટેલે કહ્યું કે, 'રાજ્યના 405 પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષાના ઉમેદવારોની હાજરીમાં ઉત્તરવહી પેકિંગ કર્યા બાદ તેમાં સહી લેવામાં આવશે અને પછી પેકિંગની કામગીરી પૂર્ણ થયા બાદ જ ઉમેદવારોને બહાર જવા દેવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Candidates Exam Center GPSC Exam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ