GPCB rules openly in violation of the rules, chemical water released in Mahisagar river
બેદરકારી /
GPCB ના નિયમોનુ ખુલ્લેઆમ ઉલ્લંઘન, મહીસાગર નદીમાં છોડાઈ રહ્યું છે કેમિકલયુક્ત પાણી
Team VTV01:36 PM, 17 May 19
| Updated: 02:45 PM, 17 May 19
વડોદરામાં કંપનીઓ દ્વારા પર્યાવરણના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. કંપનીઓ મહીસાગર નદીમાં બેફામ કેમિકલયુક્ત પાણી છોડી રહી છે. આ કંપનીઓ GPCBના નિયમોથી પર બની અને કેમિકલયુક્ત પાણી છોડી રહી છે. લેકટોસ કંપની દ્વારા ઘણા વર્ષોથી મહીસાગર નદીમાં દૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે છતા પણ તંત્ર દ્વારા કોઇ કામગીરી નથી કરવામાં આવી રહી. મહીસાગર નદીનું પાણી વડોદરાના 10 લાખથી વધુ લોકો પી રહ્યાં છે ત્યારે તેમાં કેમિકલ ઠાલવતા લોકોના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યા છે. ત્યારે હવે સવાલ એ છે કે, તંત્ર દ્વારા હજુ પણ કેમ કોઇ કાર્યવાહી નથી કરવામાં આવતી.