બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Govts most popular small saving scheme investment of per day Rs 405 you will receive 1 crore in a few days

તમારા કામનું / સરકારની સૌથી પોપ્યુલર સ્મોલ સેવિંગ સ્કીમ, 405 રૂપિયાનું રોકાણ, આટલા દિવસમાં તમારી પાસે હશે 1 કરોડ

Last Updated: 06:20 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓમાં ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે બચતનો લાભ મળે છે. અને કોરાણકારોની મૂડી પણ સલામત રહેવાની ગેરંટી હોય છે. માટે જ રોકાણકારોનો પ્રથમ પસંદગી સરકારી બચત યોજનો હોય છે. સરકારની વિવિધ યોજનાઓમાં પ્રથમ પંક્તિમાં PPF આવે છે.

સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓમાં ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે બચતનો લાભ મળે છે. અને કોરાણકારોની મૂડી પણ સલામત રહેવાની ગેરંટી હોય છે. માટે જ રોકાણકારોનો પ્રથમ પસંદગી સરકારી બચત યોજનો હોય છે. સરકારની વિવિધ યોજનાઓમાં પ્રથમ પંક્તિમાં PPF આવે છે. 

પીપીએફમાં કેટલું રોકાણ કરી શકાય?

પીપીએફમાં વાર્ષિક દરે ઓછામાં ઓછું રૂપિયા 500 અને વધુમાં વધુ રૂપિયા 1.50 લાખ રૂપિયાનું સુધીનું  રોકાણ કરી શકાય છે. પીપીએફમાં વાર્ષિક, છ માસિક, ત્રી માસિક, અથવા માસિક ધોરણે તમે રોકાણ કરી શકો છો. 

પીપીએફ ખાતામાં  કેટલું વ્યાજ મળે છે? 

બેંક અને પોસ્ટની ફેડી કરતા, પીપીએફમાં વધારે વ્યાજ મળે છે. હાલના તબક્કે પીપીએફમાં 7.1 પ્રતિ વર્ષના દરે વ્યાજ મળે છે. પીપીએફમાં ચક્રવૃદ્ધિ વ્યાજનો ફાયદો મળે છે. જે રોકાણકારોને આકર્ષે છે.  
 ધારોકે તમે 2023માં  વાર્ષિક દરે રૂપિયા 10000 જમા કર્યા હોય તો, તેના પર તમને રૂપિયા 700 વ્યાજ ચાલુ વર્ષનું મળશે. અને આ  વ્યાજ તમારી મુડી ઉમેરાશે અને રૂપિયા 10700 થઈ જશે. આમ 2024માં જો તમે બીજા 10000 જમા કરશો તો, 2025માં રૂપિયા 20700 પર વ્યાજ મળશે. આમ આ મુડી વત્તા વ્યાજની સાયકલ ચાલ્યા કરશે.
ઉલ્લેખનીય છે કે ભારક સરકાર નાણાં મંત્રાલય  દ્વારા પીપીએફના વ્યાજ દરોમાં વધારો ઘટાડો કરવામાં આવતો, હોય છે. 


પીપીએફમાં કેટલા વર્ષ માટે રોકાણ કરી શકાય? 
સરકારી ધારાધોરણ પ્રમાણે 15 વર્ષની સમયમર્યાદામાં રોકાણ કરવામાં આવે છે.  પણ મેચ્યોરીટી બાદ પણ જો ખાતુ  ચાલુ રાખવું હોય તો, અન્ય 5  વર્ષની વધુ સમય મર્યાદા મળે છે. જો કે મેચ્યોરીટીના એક વર્ષ પહેલા જ તમારે ખાતુ ચાલુ રાખવાની અરજી આપવાની હોય છે. 


પીપીએફ ખાત માંથી ઉપાડ શક્ય છે?
સામાન્ય રીતે પીપીએફ એકાઉન્ટમાં 15 વર્ષનો લોક-ઈન પ્રિરીયડ હોય છે. પણ ખાતા ખોલાયાના 6 વર્ષ પછી 50 ટકા સુધીની રકમનો ઉપાડ શક્ય બને છે. જેના માટે વ્યાજબી કારણે આપવાનું હોય છે.   


પીપીએફ પર લોન સુવિધા છે?
હા, ત્રણ થી છ વર્ષ જુના ખાતા પર લોની સગવડ મળે છે. જમા મૂડી પર 25 ટકા સુધીની રકમની  લોન મળે છે. આ લોન પર 2 ટકાવ્યાજ ચૂકવવાનું હોય છે. ખાત પર એક લોન ચાલુ હોય તો બીજી લોન મળતી નથી. એક પુરી થાય પછી જ બીજી લોન મળે છે. નોંધનીય છે કે લોન દરમિયાન પીપીએફ ખાતમાં મૂડી પર વ્યાજ જમા થતું નથી. લોનની સમય સીમાં મહત્તમ 36 માસની  હોય છે. 

પીપીએફ ખાતું ક્યાં ખુલે?

દેશની તમામ પોસ્ટ ઓફિસ સાથે સરકારી અને ખાનગી બેંકમાં  ખાતુ ખોલાવી શકાય છે. ગાર્ડિયન્સ રહિને માઈનોરનું પણ ખાતુ ખોલાવી શકાય પણ છે. પણ પાકતી મુદતે ખાતાની આવક ગાર્ડિયનની ગણવામાં આવે છે.  જો એકવાર ખાતુ ખોલાવી દિધુ પછી પાંચ વર્ષ સુધી ખાતુ બંધ કરી શકાતું નથી. ગંભીર બિમારી અથવા માંદગીના  કારણો દર્શાવીને જ ખાતું બંધ કરાવી શકાય છે. ખાતા ધારકના મૃત્યુ બાદ આપોઆપ ખાતું બંધ થઈ જાય છે. 

પીપીએફમાં વ્યાજ ગણતરી કેવી રીત થાય છે? 

કોઈપણ મહિનાની પાંચમી તારીખ પહેલા જો, તમે તમારો હપ્તો ભરી દો, તો એ આખા મહિનાનું વ્યાજ તમને મળે છે. ત્યાર બાદ મહિનાની આખર તારીખ સુધીમાં ઉતરતા ક્રમે વ્યાજ મળવા પાત્ર હોય છે. 

આ પણ વાંચોઃ  તમારા બેન્ક ખાતામાં આવી જશે 15 લાખ રૂપિયા, મોદી સરકારની આ યોજનામાં કરો રોકાણ

 

કરોડપતિ કેવી રીતે બનાય?

તમે રોજના રૂપિયા 405 અથવા વાર્ષિક ધોરણ રૂપિયા 147850 25 વર્ષ માટે 7.1ના વ્યાજે પીપીએફ ખાતામાં જમા કરશો તો, 25 વર્ષના અંતે તમારા હાથમાં આવશે પુરા 1 કરોડ રૂપિયા જે કરમુક્ત રકમ હશે

સંકળાયેલા મુદ્દાઓ

1 કરોડ Investors Millions Rupees PPF Account ભારત સરકાર રોકાણકારો ppf account
Vishal Khamar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ