J&K: સરકાર એકશનમાં, ગિલાની-યાસીન મલેક સહિત હુરિયત નેતાઓની સુરક્ષા હટાવાઇ

By : admin 08:57 AM, 21 February 2019 | Updated : 11:13 AM, 21 February 2019
પુલવામામાં આતંકી હુમલા બાદ ભારત સરકાર દ્વારા કાશ્મીરના અલગતાવાદીઓ પર તવાઈ બોલાવાઇ છે. જેના પગલે જમ્મૂ કાશ્મીરના અલગતાવાદીઓની સુરક્ષા હટાવવાનું શરૂ કરી દીધું છે.

હુરિયતના ગીલાની  સહિત મોટા અઢાર નેતાઓ અને અન્ય 155 નેતાઓની સુરક્ષા પાછી ખેંચવામા આવી છે. ઉલ્લેખનીય છે કે, આ નેતાઓની સુરક્ષા પાછળ વર્ષે સરકારની તિજોરીમાંથી કરોડો રૂપિયાનો ખર્ચ થતો હતો.

પરંતુ આ નેતાઓ કાશ્મીરમાં શાંતિ જાળવવામાં સફળ રહ્યા નહોતા. પુલવામાં હુમલા બાદ દેશવાસીઓમાં વ્યાપેલા આક્રોશ બાદ સરકારને આ અલગતાવાદી નેતાઓની સુરક્ષા હટાવી લેવાની ફરજ પડી છે.

પુલવામા હુમલા બાદ કેન્દ્રની મોદી સરકારે એક મોટુ પગલું ભર્યું છે. ચાર અલગાવવાદી નેતાઓ બાદ હવે સરકારે 18 વધુ હુરિયત નેતાઓની સુરક્ષા હટાવી દીધી છે.

જ્યારે બીજી તરફ જમ્મૂ અને કાશ્મીરના અન્ય 155 રાજકીય નેતાની સુરક્ષામાં પણ ફેરફાર કર્યો છે. ગૃહ મંત્રાલય તરફથી સુરક્ષા હટાવી દેવાની અથવા ઓછી કરવાને લઇને એડવાઇઝરી જારી કરવામાં આવી છે. કેન્દ્રની મોદી સરકારે આ કાર્યવાહી બાદ હવે બધા 22 હુરિયત નેતાઓની સુરક્ષા હટાવી દીધી છે. 

જે નેતાઓની સુરક્ષા હટાવી દેવામાં આવી છે તેમાં એસએએસ ગિલાની, આગા સૈયદ મોસવી, મૌલવી અબ્બાસ અંસારી, યાસીન મલિક, સલીમ ગિલાની, શહીદ ઉલ ઇસ્લામ, જફર અકબર ભટ, નઇમ અહમ ખાન, મુખ્તાર અહમદ વાજા, ફારૂખ અહમદ કિચલૂ, મસરૂર અબ્બાસ અંસારી, આગા સૈયદ અબુલ હુસૈન, અબ્દુલ ગની શાહ અને મોહમ્મદ મુસદ્દિક ભટ સામેલ છે. 



Recent Story

Popular Story