Govt will go anytime in Rajasthan, party Revd from Delhi..: CR Patil's big blow
નિવેદન /
રાજસ્થાનમાં ગમે ત્યારે સરકાર જતી રહેશે, દિલ્હીથી આવેલ પાર્ટી રેવડી..: CR પાટીલનો પ્રચંડ પ્રહાર
Team VTV04:01 PM, 17 Nov 22
| Updated: 08:34 AM, 19 Nov 22
સાબરકાંઠામાં સી.આર.પાટીલે કહ્યું, કોંગ્રેસના કારનામા લોકો ભૂલ્યા નથી, કોંગ્રેસના કારનામા અને કૌભાંડ આજે પણ બોલે છે. કોંગ્રેસ માં, દીકરો, દીકરી અને જમાઈની પાર્ટી
સાબરકાંઠામાં AAP અને કોંગ્રેસ પર સી.આર.પાટીલના પ્રહાર
દિલ્લીથી આવેલી પાર્ટી રેવડી આપે છે- સી.આર.પાટીલ
કોંગ્રેસના કારનામા અને કૌભાંડ આજે પણ બોલે છે- પાટીલ
કોંગ્રેસ મા, દીકરો, દીકરી અને જમાઈની પાર્ટી બની છે- પાટીલ
ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીને લઈ હવે દરેક પક્ષ દ્વારા પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. તેવામાં આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષે સાબરકાંઠામાં AAP અને કોંગ્રેસ આકરા પ્રહાર કર્યા હતા. સી. આર. પાટીલે જણાવ્યું હતું કે, દિલ્લીથી આવેલી પાર્ટી રેવડી આપે છે, સુરતમાં એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યુ. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, કોંગ્રેસના કારનામા લોકો ભૂલ્યા નથી, કોંગ્રેસના કારનામા અને કૌભાંડ આજે પણ બોલે છે. કોંગ્રેસ મા, દીકરો, દીકરી અને જમાઈની પાર્ટી બની છે.
સાબરકાંઠામાં આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષે એક સભામાં મોટું નિવેદન આપ્યું છે. સી. આર.પાટીલે જણાવ્યું હતું કે, એક ઉમેદવારને જીતાડવા માટે રેલી અને સભા કઈ અલગ છે. મતદાન પહેલા રિઝલ્ટ નક્કી થઈ ગયું છે. ભલભલાના છાતીના પાટિયા બેસી જાય તેવી સભા છે. આ સાથે તેમેન જણાવ્યું હતું કે, સિટિંગ ધારાસભ્ય હોવા છતાં સૌથી પહેલા પોઝિટિવ રિસ્પોન્સ આપ્યો. રેખા બેન ચૌધરીનું નામ નિશ્ચિત હતું છતાં ખેરાલુ માટે કામે લાગ્યા. પાટીલે જણાવ્યું હતું કે, જે. ડી.પટેલને પણ અભિનંદન સાથે સૌ કોઈને અભિનંદન.
પાટીલે કર્યા કોંગ્રેસ-AAP પર પ્રહાર
સી આર પાટીલે જણાવ્યું હતું કે, આ દેશમાંથી પરિવારવાદને હટાવવો જરૂરી છે. માત્ર ભાજપને લોકોના અધિકારની ચિંતા છે. આ સાથે પાટીલે ઉમેર્યું હતું કે, દિલ્લીથી આવેલી પાર્ટી રોકડિયા પાર્ટી છે અને રેવડી દેવડા દઇ જાય છે. સુરતમાં પાર્ટીના પ્રચારમાં ગયેલા વ્યક્તિએ ઉમેદવારી પાછી ખેંચી છે. આ સાથે કોંગ્રેસ પર આક્ષેપ કરતાં કહ્યું હતું કે, કોંગ્રેસના કારનામા અને કૌભાંડ બોલે છે. કોંગ્રેસના કારનામા લોકો ભૂલ્યા નથી.
રાજસ્થાનમાં સરકાર જશે: સી.આર.પાટીલ
ભાજપના પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું કે, કોંગ્રેસના કારનામા અને કૌભાંડ બોલે છે. રાજસ્થાનમાં તેમની સરકાર ક્યારે જશે તે નક્કી નથી. કોંગ્રેસ માં, દીકરો, દીકરી અને જમાઈની પાર્ટી બની ગઈ છે. આ સાથે શિવ સેના, માયાવતી તેના પાર્ટી, સપા પણ કાકા ભત્રીજાની છે. આ સાથે તેમણે ઉમેર્યું હતું કે, આ દેશમાંથી પરિવારવાદને હટાવો જરૂરી છે. સી.આર.પાટીલે ઉમેર્યું હતું કે, સોશિયલ મીડિયામાં લખજો કે મે બનાવ્યું છે ગુજરાત.