બ્રેકિંગ ન્યુઝ
VTV / Govt to launch prog for adopting, providing nutritional, treatment support to TB patients
Hiralal
Last Updated: 03:26 PM, 16 May 2022
ADVERTISEMENT
ટીબી જેવા ચેપી રોગનો સમૂળગો નાશ કરવા માટે વર્ષોથી કેન્દ્ર સરકારે પ્રોગ્રામ ચલાવી રહી છે અને હવે આ દિશામાં સરકારે વધુ એક કાર્યક્રમ હાથ ધર્યો છે. 2025 સુધીમાં દેશમાંથી ટીબીના રોગને જળમૂળથી સફાયો કરવા માટે સરકાર ટૂંક સમયમાં એક પ્રોગ્રામ શરુ કરી રહી છે જે હેઠળ લોકો અને સંસ્થાઓ બ્લોક, વોર્ડ અને દર્દીઓને અંગત રીતે સ્વીકારી શકશે અને ટીબીના દર્દીઓને ન્યૂટ્રીશનલ ટ્રીટમેન્ટ અને વોકેશનલ સપોર્ટ પૂરો પડાશે.
To achieve the goal of eliminating tuberculosis by 2025, the government will soon launch a programme as part of which people and institutions can adopt blocks, wards, or even an individual patient, and provide nutritional, treatment and vocational support to TB patients
— Press Trust of India (@PTI_News) May 16, 2022
ADVERTISEMENT
ટીબીના દર્દીઓને કમ્યુનિટી સપોર્ટ પૂરો પાડવામાં આવશે
ADVERTISEMENT
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક પત્ર લખ્યો છે. સરકારે પત્રમાં રાજ્યોને જિલ્લા અને બ્લોક લેવલે મિશન મોડમાં ટીબીના દર્દીઓને કમ્યુનિટી સપોર્ટ પૂરો પાડવા માટેની તૈયારીઓ હાથ ધરવાનો નિર્દેશ આપ્યો છે.
જુનના પહેલા અઠવાડિયામાં ટીબીના દર્દીઓ માટે નવો પ્રોગ્રામ શરુ થશે
ADVERTISEMENT
જુનના પહેલા અઠવાડિયામાં આ પ્રોગ્રામ શરુ થવાનો છે. આ પ્રોજેક્ટ હેઠળ એક સરલીકરણ તંત્ર સ્થાપિત કરવામાં આવશે જેથી કરીને ચૂંટાયેલા પ્રતિનિધઇઓ અને બિન સરકારી સંગઠનો, વ્યક્તિઓ (જાહેર અને ખાનગી) ટીબીને ખતમ કરવાના પ્રયાસોને ટેકો આપશે. ટીબીના દર્દીઓને ઓછામાં ઓછા એક વર્ષ સુધી આવા પ્રકારની સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.
દર્દીઓને હાલ મળતી સારવાર પર કોઈ અસર નહીં પડે
ADVERTISEMENT
તમામ રાજ્યો સાથે કેન્દ્ર દ્વારા શેર કરવામાં આવેલા ગાઈડન્સ ડોક્યુમેન્ટમાં એવું જણાવાયું છે કે એવા તમામ ટીબીના દર્દીઓ કે જેઓ સૂચિત થયેલા છે અને જેમની સારવાર હજુ સુધી અપડેટ કરાઈ નથી તેમને હાલના ટીબીના દર્દીઓ તરીકે ગણવામાં આવશે અને કેન્દ્રની નવી પહેલ હેઠળ કમ્યુનિટી સપોર્ટ મેળવવાની મંજૂરી માટે તેમનો સંપર્ક સાધવામાં આવશે. કમ્યુનિટી સપોર્ટ પ્રોગ્રામ હેઠળ ટીબીના દર્દીઓને એવી ચોઈસ આપવામાં આવશે કે તેઓ પ્રોગ્રામ હેઠળ નોંધાવવા માગે છે કે નહીં અને જો તેઓ નોંધાવા માગતા હોય તો તેમને હાલમાં મળતી સેવાઓ પર કોઈ અસર નહીં થાય. ત્યાર બાદ હેલ્થ વર્કર દર્દીઓ પાસેથી મંજૂરી માગશે અને તેમને એક ફોર્મ ભરવા આપશે. હેલ્થ સ્ટાફના પોર્ટલ Nikshay (Ni=End, Kshay=TB) પર મંજૂરીનું સ્ટેટટ જોઈ શકશે.
ટીબીના દર્દીઓને શું લાભ મળશે
ADVERTISEMENT
જુન મહિનામાં જે નવો પ્રોગ્રામ શરુ થવાનો છે તે હેઠળ દર્દીઓને ન્યૂટ્રિશનલ ટ્રીટમેન્ટ અને વોકેશનલ સપોર્ટ પૂરો પાડવામાં આવશે. દર્દીઓને લગભગ એક વર્ષ સુધી આવી સારવાર પૂરી પાડવામાં આવશે. સાથે કમ્યુનિટી સપોર્ટ પણ આપવામાં આવશે જેથી કરીને દર્દીઓ ઝડપથી સાજા થઈ જાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.