નવી દિલ્હી: કેન્દ્ર સરકાર હવે દવા વેપારીઓ પર તવાહી મચાવવા જઇ રહી છે. જો દુકાનદારે એક પણ એક્સપાયરી થઇ ગયેલી દવા વેચી તો પૂરી બેચ પર દંડ ફટકારવામાં આવશે. એના માટે સરકાર જલ્દી દવા કાયદામાં ફેરફાર કરવા જઇ રહી છે.
આ ફેરફાર બાદ એર બેચમાં બનતી લાખો દવાઓની એમઆરપી પર દંડ ફટકારવામાં આવશે. ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટમાં આ જોગવાઇને સામેલ કરવાના પ્રસ્તાવને મંજૂર કરી દેવામાં આવ્યો છે. સેન્ટ્રલ ડ્રગ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશને આ પ્રસ્તાવ મંજૂર કરી લીધો છે. છેલ્વી મોહર માટે એને સ્વાસ્થ્ય મંત્રાલયને મોકલવામાં આવી છે.
નવી જોગવાઇ અનુસાર હવે એક્સપાયર ઉપરાંત દવાની ક્વોલિટીથી છેડછાડ કરવા પર પણ આ નિયમ લાગૂ થશે. દવાની ક્વોલિટી, ભેળસેળ દવા, ટેબલેટ અંદપ તૂટેલી હોય, દવાની બોટલનું ઢાંકણું લીક હોવા પર અને સોલ્યૂશનનો રંગ બદલવા પર પણ કંપની પર દંડ લગાવાશે, 48 પેરામીટર પર દવાની તપાસ થશે. હાલની વ્યવસ્થામાં દવા ભેળસેળ અથવા ખરાબ થવા પર ડ્રગ્સ રિપોર્ટ પર કાર્યવાહીની જોગવાઇ છે.
આ પહેલા ખરાબ દવા અથવા ઉપકરણોને વેચવા પર કંપનીઓ પર કોઇ પણ પ્રકારની કોઇ જવાબદારી નક્કી નહતી. કેટલીક વખત આવી દવાઓના વેંચાણથી લોકોએ જીવ પણ ગુમાવવા પડ્યા છે. 1940માં બનેલા ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટમાં ફેરફાર કરવા માટે સરકારને સૂચન આપ્યું છે.