બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / govt raises taxes on export of atf diesel and petrol prices will comes down

રાહત / ભારત સરકારનો મોટો નિર્ણય: સસ્તુ થશે પેટ્રોલ-ડીઝલ અને હવાઈ ઈંધણ, કંપનીઓ નહીં કરી શકે મનમાની

Pravin

Last Updated: 10:53 PM, 1 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવને અંકુશમાં લાવવા માટે સરકારે મોટો નિર્ણય લીધો છે. તેથી હવે પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ કરતી કંપનીઓને મોટો ઝટકો લાગ્યો છે. જેનાથી સામાન્ય જનતાને રાહત થશે.

  • પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને અંકુશમાં લાવવા મોટો નિર્ણય
  • સરકારે નિકાસ પર લગાવ્યો વધારાનો ટેક્સ
  • ડીઝલની નિકાસ પર પ્રતિ લીટર 13 રૂપિયા આપવા પડશે

ઘરેલૂ માર્કેટમાં પેટ્રોલ અને ડીઝલ તથા હવાઈ ઈંધણની કિંમતમાં આવેલા ઘટાડો લાવવા માટે સરકારે આજે મોટી જાહેરાત કરી છે. આ ઉત્પાદનોની નિકાસ પર હવે કંપનીઓએ વધારે ટેક્સ ચૂકવવો પડશે. આ પગલાથી રિફનરી માટે કરવામાં આવેલી પેટ્રોલ-ડીઝલની નિકાસને ઘટાડવા માટે પગલું ઉઠાવ્યું છે. 

સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી નોટિફિકેશન અનુસાર, 1 જૂલાઈથી પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટરબાઈન ફ્યૂલની નિકાસ પર વધારાનો ટેક્સ આપવો પડશે. સરકારે પેટ્રોલ અને એટીએફની નિકાસ પર હવે 6 રૂપિયા પ્રતિ લિટર નિકાસ ટેક્સ લગાવ્યો છે. જ્યારે ડીઝલની નિકાસ પર 13 રૂપિયા પ્રતિ લીટર ટેક્સ આપવો પડશે.

જો દેશમાં ઉત્પાદન થનારા ક્રૂડ ઓયલની બહાર નિકાસ થાય છે, તો કંપનીઓને પ્રતિ ટન 23,230 રૂપિયા વધારાનો ટેક્સ આપવો પડશે. આ પગલાથી ગ્લોબ માર્કેટમાં ક્રૂડ ઓયલની વધતી કિંમતોને જોતા ઘરેલૂ ઉત્પાદનને બહાર જતાં રોકવા માટે આ કામ કરવામાં આવ્યું છે.  

અમુક વસ્તુઓની છૂટ

સરકારે કહ્યું છે કે, એક્સપોર્ટ પર ફોકસ કરનારી રિફાઈનરીઝને નવા ટેક્સથી છૂટ મળશે. પણ તેમને ઉત્પાદનના 30 ટકા ડીઝલ પહેલા ઘરેલૂ બજારમાં વેચવું પડશે. આ ઉપરાંત જે નાના ઉત્પાદનો છે અને જેમણે ગત વર્ષે કુલ ઉત્પાદન 20 લાખ બેરલથી ઓછુ રહ્યું છે, તેમને પણ નવા નિયમમાં છૂટ આપવામાં આવી છે. ઘરેલૂ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ગત વર્ષની સરખામણીમાં વધારે તેલ ઉત્પાદન કરનારી કંપનીઓ પર વધારાનો સેસ નહીં લગાવામાં આવે.

ખાનગી ક્ષેત્રની કંપનીઓ પર વધારે બોઝ આવશે

સરકારે કહ્યું છે કે, ખાનગી રિફાઈનરી પોતાના ઉત્પાદનોનો મોટો ભાગ નિકાસ કરે છે. તેથી આ નિર્ણયની સૌથી વધારે અસર તેમના પર પડશે. છેલ્લા થોડાક વર્ષોમાં ડીઝલની નિકાસમાં અચાનક વધારો થયો છે. જેના પર લગામ લગાવવી જરૂરી હતી, મેંગ્લોર અને ચેન્નાઈમાં આવેલી રિફાઈનરી ઘરેલૂ સપ્લાઈમાં 8 ટકાનો ઘટાડો આવ્યો છે. આ ઉપરાંત ONGC અને વેદાંતામાં પણ 5 ટકાનો ઘટાડો આવ્યો છે. તેનાથી ઘરેલૂ બજારમાં સપ્લાઈ પર અસર થઈ પડી છે. 

અહીં ઉલ્લેખનીય છે કે, આ મહિનાની શરૂઆતમાં દેશના કેટલાય ભાગમાં પેટ્રોલ પંપ પર ઈંધણની કમી વર્તાઈ હતી. પંપ ડીલર્સનું કહેવુ હતું કે, રિફાઈનરી કંપનીઓ તરફથી સપ્લાઈ થતો નથી. ત્યાર બાદ સરકારે આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો, જે બાદ પેટ્રોલ અને ડીઝલની સપ્લાઈ સામાન્ય થઈ હતી.

 

સંકળાયેલા મુદ્દાઓ

Petrol And Diesel Price new Indian government petrol and diesel in india petrol rate taxes on export diesel and petrol prices
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ