બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Govt offer to farmers still stands, solution to be found through dialogue: PM Modi at all-party meet

અપીલ / ખેડૂત આંદોલન મુદ્દે સર્વદળીય બેઠકમાં PM મોદીનું મોટું નિવેદન, કહ્યું આ રીતે જ ઉકેલ આવશે

Hiralal

Last Updated: 03:07 PM, 30 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડાપ્રધાન મોદીએ શનિવારે એક સર્વપક્ષીય બેઠક બોલાવીને ખેડૂત આંદોલન મુદ્દે મંથન કર્યું હતું.

  • વડાપ્રધાન સર્વપક્ષીય બેઠક યોજી- ખેડૂત આંદોલન મુદ્દે મંથન કર્યું 
  • ખેડૂતો વાચતીત માટે ગમે ત્યારે કૃષિ મંત્રીને ફોન કરી શકે છે- પીએમ મોદી 
  • વડાપ્રધાન તમામ રાજકીય પક્ષોને ખેડૂતો સાથે વાતચીત કરવાની પણ અપીલ કરી.

સૂત્રોના જણાવ્યાનુસાર  વડાપ્રધાન મોદીએ સર્વપક્ષીય બેઠકમાં કહ્યું હતું કે નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને જે કંઈ કહ્યું તે હું દોહરાવવા માગુ છું. ખેડૂતો અને સરકાર વચ્ચે કોઈ સર્વસંમતિ સધાઈ શકી નથી તેમ છતાં અમે ખેડૂતોને ઓફર કરી રહ્યાં છીએ અને તમે આ અંગે ચિંતન મનન કરી શકો છો. તોમરે ખેડૂતોને કહ્યું હતું કે તેઓ જ્યારે પણ ઈચ્છે ત્યારે તેમને ફોન કરી શકે છે. 
મોદીએ કહ્યું હતું કે સરકારની દરખાસ્ત તો યથાવત જ છે. કૃપા કરીને સરકારની દરખાસ્ત અંગે તમારા ટેકેદારને જણાવો. સંવાદ દ્વારા સમસ્યાનો ઉકેલ આવવો જોઈએ. આપણે સૌથી પહેલા તો રાષ્ટ્ર વિશે વિચારવું પડશે. વડાપ્રધાન તમામ રાજકીય પક્ષોને ખેડૂતો સાથે વાતચીત કરવાની પણ અપીલ કરી. 

ગૃહની કાર્યવાહી સારી રીતે ચાલવા દો- વડાપ્રધાનની રાજકીય પક્ષોને અપીલ 

વડાપ્રધાને કહ્યું કે 30 જાન્યુઆરીએ કેટલાક અરાજકવાદી તત્વોએ વિદેશી ધરતી પર મહાત્મા ગાંધીની પ્રતિમાને તોડી પાડી હતી. આવું કરીને આપણે રાષ્ટ્રને શું આપી શકીએ. તેમણે કહ્યું કે કોવિડ-19 મહામારીને કારણે આપણે બધા વર્ચ્યુઅલી મળી રહ્યાં છીએ.હું બાપુનું અંજલિ પાઠવું છું. રજૂ કરવામાં આવેલા તમામ મુદ્દાઓ મહત્વના છે અને તેની પર વિસ્તૃત ચર્ચાની જરૃર છે. ઓછા સભ્યો ધરાવતા પક્ષોને તેમના રાજ્યોના મુદ્દાને ઉઠાવવાનો પૂરતો સમય મળી રહેશે. પરંતુ જ્યારે ગૃહની કાર્યવાહી ખોરવાય છે ત્યારે નાના પક્ષોને સહન કરવું પડતું હોય છે. તેથી મારી તમામને અપીલ છે કે તેઓ ગૃહની કાર્યવાહીને સુચારુ રીતે ચાલવા દે. રાષ્ટ્રીય પક્ષો તેમના વિચારો વ્યક્ત કરી શકે છે. 

હિંસાના મુદ્દે બોલતાં વડાપ્રધાને કહ્યું કે કાયદો કાયદાનું કામ કરશે. 

વડાપ્રધાનની અધ્યક્ષતામાં મળેલી સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, ટીએમસીના સુદિપ બંધોપાધ્યાય, શિવસેના સાંસદ વિનાયક રાઉત, અકાલી દળના બલવિન્દર સિહ હાજર રહીને ખેડૂત આંદોલનના મુદ્દે વિસ્તૃત વાત કરી હતી. જેડીયુ સાંસદ આરસીપી સિંહે કૃષિ કાયદાને સમર્થન આપ્યું હતું. પ્રજાસત્તાક દિવસે થયેલી હિંસાના મુદ્દે બોલતાં વડાપ્રધાને કહ્યું કે કાયદો કાયદાનું કામ કરશે. 

સંકળાયેલા મુદ્દાઓ

All party meeting PM modi farmer Protest પીએમ મોદી appeal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ