નાણાકીય વર્ષ 2021-22એટલે કે આકારણી વર્ષ 2022-23માટે આવકવેરા રિર્ટન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે.સૂત્રોના જણાવ્યા અનુસાર આ ડેડલાઈન આગળ નહીં વધે
31મી જુલાઈ રિર્ટન ભરવાની છેલ્લી તારીખ
હજી અડધાથી વધુ લોકોએ ITR નથી ભર્યું
ડેડલાઈન પછી દંડ લાદવામાં આવશે
ઈનકમસ ટેક્સ રિર્ટન ભરવા માટેની ડેડલાઈનમાં હવે ગણતરીના માત્ર 10 દિવસો બચ્યા છે. હજી પર અડધાથી વધુ કરદાતાઓએ પોતાનો ITR ફાઈલ નથી કર્યો. લોકોને આશા છે દરેક વખતની જેમ આ વખતે પણ સરકાર આ વર્ષે પણ ડેડલાઈમાં વધારો કરશે. જો કે, હવે આ મામલે સરકારનું સ્પષ્ટીકરણ આવ્યું છે. સરકારે સાફ કરી દીધું છે. તેઓ આ વખતે ઈનકમ ટેક્સ રિર્ટનભરવાની અંતિમ તારીખને આગળ વધારવા વિચાર નથી કરી રહી
ડેડલાઈન વધારવાનો કોઈ વિચાર નથી
નાણાકીય વર્ષ 2021-22 (FY22) એટલે કે આકારણી વર્ષ 2022-23 (AY23) માટે આવકવેરા રિર્ટનફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઈ છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, સરકાર આ ડેડલાઈને આગળ વધારવા જઈ રહી નથી. પીટીઆઈએ મહેસૂલ સચિવને ટાંકીને આ સમાચાર આપ્યા છે. પીટીઆઈ અનુસાર, મહેસૂલ સચિવે કહ્યું કે સરકાર આવકવેરા રિટર્ન ભરવાની સમયમર્યાદા 31 જુલાઈથી આગળ વધારવા પર વિચાર કરી રહી નથી.
Govt not considering extending July 31 deadline for filing income tax returns: Revenue Secretary
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં 2 કરોડથી વધુ લોકોએ રિર્ટન ફાઈલ કર્યું છે. અંતિમ તારીખ એટલે કે 31 જુલાઈ સુધી લગભગ 7 કરોડ લોકોએ ITR ફાઈલ કરવાની છે. હવે જ્યારે સરકારે સ્પષ્ટ કર્યું છે કે સમયમર્યાદામાં વધારો થવાની આશા નથી. આવી સ્થિતિમાં, જો બાકીના લગભગ 4.5 કરોડ લોકો છેલ્લા 10 દિવસમાં રિર્ટન ફાઇલ કરશે,જેથી રિર્ટનફાઇલિંગ પોર્ટલમાં સમસ્યા સર્જાવાની સંભાવના છે. આ સમસ્યાઓથી બચવા માટે ઈન્કમ ટેક્સ રિર્ટન તાત્કાલિક ફાઈલ કરવું જરૂરી છે. જો સમયમર્યાદા લંબાવવામાં ન આવે તો 31 જુલાઈ પછી રિર્ટન ભરવા માટે પેનલ્ટી ચૂકવવી પડી શકે છે.
તાજેતરના સર્વેમાં આ વાત સામે આવી છે
તાજેતરના સ્થાનિક સર્વેમાં બહાર આવ્યું છે કે દેશમાં 54 ટકા કરદાતા એવા છે જેમણે હજુ સુધી રિર્ટન ફાઈલ કર્યું નથી. હવે ITR ફાઈલ કરવા માટે નક્કી કરવામાં આવેલી ડેડલાઈનમાં 10 દિવસથી ઓછો સમય બાકી છે, તે પછી પણ ITR ફાઈલ કરનારાઓની સંખ્યા વધી રહી નથી. સર્વેના ડેટામાંથી વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મુજબ, 37 ટકા કરદાતાઓને લાગે છે કે તેઓ ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ સુધી તેમનું રિર્ટન ફાઇલ કરી શકશે નહીં.