બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / જલ્દી કરો! સરકારી વીમા કંપનીમાં નોકરીનો મોકો, સ્નાતકો છેલ્લી તારીખ પહેલા કરો એપ્લાય
Last Updated: 06:45 PM, 15 October 2024
જો તમે સારી કંપનીમાં સરકારી નોકરી શોધી રહ્યા છો, તો યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડમાં તમારા માટે વહીવટી અધિકારીઓની નવી ભરતી આવી છે. આ ભરતી માટે 15 ઓક્ટોબર 2024 થી અધિકૃત વેબસાઇટ uiic.co.in પર અરજી ફોર્મ ભરવામાં આવી રહ્યા છે. ઓનલાઈન અરજી કરવાની અને અરજી ફી ભરવાની છેલ્લી તારીખ નવેમ્બર 5, 2024 છે. કંપનીએ સત્તાવાર સૂચના સાથે ભરતી પરીક્ષાની તારીખ પણ જાહેર કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ ભારત સરકારની વીમા કંપની છે. આ ભરતી દ્વારા રિસ્ક મેનેજમેન્ટ, ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ, લીગલ જેવા કુલ 6 વિભાગોમાં અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે.
વીમા કંપનીની આ ભરતીમાં જોડાવા માટે ઉમેદવારો પાસે BE/B.Tech/Commerce/Lo જેવા સંબંધિત ક્ષેત્રમાં સ્નાતકની ડિગ્રી/માસ્ટર્સ હોવી જોઈએ. આ ઉપરાંત ઓછામાં ઓછા 60 ટકા માર્ક્સ હોવા પણ જરૂરી છે. જોકે એસસી, એસટી કેટેગરીના ઉમેદવારો માટે 55 ટકા માર્ક્સ નક્કી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કાનૂની ખાલી જગ્યા માટે બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં નોંધણી કરાવવી પણ જરૂરી છે. ઉમેદવારો ભરતીની સત્તાવાર સૂચનામાંથી પોસ્ટ મુજબની પાત્રતા ચકાસી શકે છે. ડાઉનલોડ કરો- UIIC Recruitment 2024 Official Notification Download PDF
આ ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે, ઉમેદવારોની લઘુત્તમ વય 21 વર્ષ અને મહત્તમ વય 30 વર્ષ હોવી જોઈએ. એટલે કે ઉમેદવારોનો જન્મ 1 ઓક્ટોબર 1994 પહેલા અને 30 સપ્ટેમ્બર 2003 પછી થયો ન હોવો જોઈએ. જો કે, અનામત વર્ગોને ઉપલી વય મર્યાદામાં છૂટ આપવામાં આવી છે.
88,000/ દર મહિને (અંદાજે)
આ પોસ્ટ્સ પરના ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે.
OBC, EWS ઉમેદવારોએ અરજી દરમિયાન રૂ 1000 ની અરજી ફી ચૂકવવી પડશે. જ્યારે SC, SC અને PWBD કેટેગરીના ઉમેદવારો માટે આ ફી 250 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
14 ડિસેમ્બર 2024
વધુ વાંચો : સરકારી બેંકમાં સ્નાતક માટે નોકરીની તક, 600 જગ્યા પર આવતીકાલથી શરૂ થશે અરજી પ્રક્રિયા
લેખિત પરીક્ષામાં રિઝનિંગ, અંગ્રેજી, કોમ્પ્યુટર નોલેજ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને જનરલ અવેરનેસમાંથી કુલ 200 પ્રશ્નો પૂછવામાં આવશે. જેનો સમયગાળો કુલ 150 મિનિટ એટલે કે અઢી ઘંટનો હશે. આ પછી, ઉમેદવારોની વર્ણનાત્મક કસોટી પણ લેવામાં આવશે. ભરતી સંબંધિત કોઈપણ અન્ય માહિતી માટે, ઉમેદવારો યુનાઈટેડ ઈન્ડિયા ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
વર્લ્ડ ડાયાબિટીસ ડે / ડાયાબિટીસના દર્દી બની ગયા છો ખબર કેવી રીતે પડે?, સવાર અને રાતના આ લક્ષણો ન અવગણો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.