Manipur Violence News: કેન્દ્ર સરકાર વતી ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સૂચના જાહેર કરીને મણિપુરી મહિલાઓના નગ્ન અવસ્થામાં ફરતી હોવાના વાયરલ વીડિયો શેર કરવાનું બંધ કરવા માટે કહેવામાં આવ્યું
મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડ વચ્ચે મોટી અપડેટ
મહિલાઓના વીડિયો શેર કરવા પર પ્રતિબંધ
ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સૂચના જાહેર કરાઇ
મણિપુરમાં બે મહિલાઓની નગ્ન પરેડ અને યૌન ઉત્પીડન મામલે હવે CM એન. બિરેન સિંહના રાજીનામાની માંગ કરવામાં આવી છે. આ બધાની વચ્ચે ગુરુવારે એટલે કે આજે 20 જુલાઈ કેન્દ્ર સરકારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મહિલાઓના વીડિયો શેર કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.
કેન્દ્ર સરકાર વતી ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સૂચના જાહેર કરીને મણિપુરી મહિલાઓના નગ્ન અવસ્થામાં ફરતી હોવાના વાયરલ વીડિયો શેર કરવાનું બંધ કરવા માટે કહેવામાં આવ્યું છે. સમાચાર એજન્સી ANI એ સૂત્રોને ટાંકીને કહ્યું કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે ભારતીય કાયદાઓનું પાલન કરવું ફરજિયાત છે, કારણ કે મામલો હજુ તપાસ હેઠળ છે.
The government has issued an order to Twitter and other social media platforms, instructing them not to share the viral video of the two Manipuri women being paraded nude. It is imperative for social media platforms to adhere to Indian laws as the matter is currently under…
નોંધનીય છે કે, બે મહિનાથી વધુ સમયથી વંશીય હિંસાની પકડમાં રહેલા મણિપુરમાં સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે, મણિપુરમાં છેલ્લા 10 દિવસમાં સ્થિતિ સુધરી છે. આ નિવેદનો વચ્ચે સોશિયલ મીડિયા પર મણિપુરની બે મહિલાઓના ન્યૂડ પરેડના વીડિયોએ હંગામો મચાવ્યો છે. મણિપુરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ રાજ્યના સીએમ એન બિરેન સિંહને રાજકીય પક્ષો દ્વારા સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે આ ઘટનાને ભાજપના આગેવાનો દ્વારા પણ સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવી છે.