બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Govt finds petrol and diesel price hike 'unprecedented': Finance Minister Sitharaman

નિવેદન / પેટ્રોલ અને ડીઝલનો ભાવવધારો સરકારને લાગ્યો 'અભૂતપૂર્વ', નાણા મંત્રી સીતારામણનું મોટું નિવેદન

Hiralal

Last Updated: 10:18 PM, 29 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં વધી રહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાના મુદ્દે કેન્દ્ર સરકારનું નિવેદન સામે આવ્યું છે.

  • પેટ્રોલ અને ડીઝલના ભાવ પર રાજ્યસભામાં બોલ્યાં નિર્મલા સીતારામણ
  • કહ્યું પેટ્રોલ અને ડીઝલનો ભાવવધારો અભૂતપૂર્વ
  • ભાવવધારો સૌથી મોટો પડકાર 

દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારી અને ઈંધણના વધતા ભાવને લઈને વિપક્ષી પાર્ટીઓ સરકારને ઘેરી રહી છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે રાજ્યસભામાં ઈંધણની વધતી કિંમતોને અભૂતપૂર્વ ગણાવી હતી. તેમણે કહ્યું કે ઇંધણના ભાવમાં અભૂતપૂર્વ વધારો એક પડકાર છે.

દિલ્હીમાં ફરી 80 પૈસા મોંઘુ થયું પેટ્રોલ 

દેશમાં પેટ્રોલ-ડીઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. મોંઘવારી અને ઈંધણના વધતા ભાવને લઈને વિપક્ષી પાર્ટીઓ સરકારને ઘેરી રહી છે. આ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે રાજ્યસભામાં ઈંધણની વધતી કિંમતોને અભૂતપૂર્વ ગણાવી હતી. તેમણે કહ્યું કે ઇંધણના ભાવમાં અભૂતપૂર્વ વધારો એક પડકાર છે.

પેટ્રોલ-ડીઝલ પર કેટલો સેસ મળ્યો 
તેમણે કહ્યું કે 2010-11થી 2022-23 સુધીના સમયગાળા માટે પેટ્રોલ અને ડીઝલ પર રોડ અને ઈન્ફ્રા સેસ તરીકે 11.32 લાખ કરોડ મળ્યાં છે પરંતુ ખર્ચનો આંકડો 11.37 લાખ કરોડ પર પહોંચ્યો છે. 

જીએસટી વળતર કેટલુ મળ્યું 
સીતારામણે કહ્યું કે 2017-18 થી 2022-23 સુધીના સમયગાળા દરમિયાન જીએસટી વળતર સેસ તરીકે મળેલા 5.63 લાખ કરોડ રુપિયાની સામે કુલ ખર્ચ 6.01 લાખ કરોડ થયો છે. 

હેલ્થ અને એજ્યુકેશન સેસમાંથી કેટલા મળ્યાં 
2013-14થી 2022-23 દરમિયાન હેલ્થ અને એજ્યુકેશન સેસમાંથી મળેલા 3.77 લાખ કરોડની સામે 3.94 લાખ કરોડનો ખર્ચ થયો છે. 

રાજ્યોને કેટલા અપાયા 
નાણામંત્રીએ કહ્યું કે ચાલુ નાણાકીય વર્ષમાં કેન્દ્રીય ખજાનામાંથી રાજ્યોને અપાયેલી 8.35 લાખ કરોડની રકમ નાણાકીય વર્ષ 2022ની સુધારિત અંદાજીત રકમ 7.45 લાખ કરોડ કરતા વધારે છે. તેમણે એવું પણ કહ્યું કે રિકવરી પ્રોસેસને ફંડ આપવા માટે કોઈ ટેક્સ લાગુ પડાયો નથી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ