Govt extends deadline for use of FASTag till Feb 15
નિર્ણય /
સરકારની મોટી રાહત; 1 જાન્યુઆરીને બદલે આ તારીખથી થશે FASTag ફરજિયાત
Team VTV03:58 PM, 31 Dec 20
| Updated: 04:11 PM, 31 Dec 20
ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ ટોલ ટેક્સનું 100% કલેક્શન FASTag દ્વારા લેવાના નિર્ણયની ડેડ લાઈનને 15 ફેબ્રુઆરી સુધી લંબાવી છે.
નોંધનીય છે કે આ પહેલા નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા NHAIએ કેશ પેમેન્ટને બદલે સંપૂર્ણ FASTagથી પેમેન્ટ કરવાનો નિર્ણય 1 જાન્યુઆરીથી લાગુ કરવાનું નક્કી કર્યું હતું.
અત્યારે કુલ ટોલ ટેક્સની ચુકવણીમાં FASTagનો હિસ્સો 75-80% જેટલો છે. જો કે FASTagને ફરજિયાત કરવાની તારીખ લંબાવીને 15 ફેબ્રુઆરી કરવામાં આવી છે.
ફાસ્ટેગને લઇને સરકારે આપી રાહતઃ 15 ફેબ્રુઆરી સુધી ડેડલાઇનમાં કરાયો વધારો#FASTag#India
ફાસ્ટેગ એક સ્ટીકર હોય છે જે વાહનોના વિંડ સ્ક્રીન પર લગાવાય છે. ટોલ પર ક્રોસિંગ સમયે ડિવાઈસ રેડિયો ફ્રીકવન્સી આઈડેન્ટિફિકેસન ટેક્નોલોજીની મદદથી ટોલ પ્લાઝા પરના સ્કેનરથી કનેક્ટ થાય છે અને પછી ફાસ્ટેગ સાથે જોડાયેલા એકાઉન્ટથી રૂપિયા કપાઈ જાય છે. જેનાથી ટોલ પ્લાઝા પર ઊભા રહેવાની જરૂર રહેતી નથી.
ક્યાંથી ખરીદશો ફાસ્ટેગ?
NHAI ટોલ પર તમામ બેંકથી તમે ફાસ્ટેગ ખરીદી શકો છો. આ સિવાય તમે પેટીએમ, અમેઝન અને ફ્લિપકાર્ટ જેવા પ્લેટફોર્મનો પણ યૂઝ કરી શકો છો. તેને યૂપીઆઈ, ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડથી પણ રીચાર્જ કરી શકો છો. જો ફાસ્ટેગ બેંક ખાતાથી લિંક હોય છે તો રૂપિયા સીધા ખાતામાંથી કાપી લેવામાં આવે છે.