નવસારી / કન્યાશાળા અને કુમારશાળાઓ ભેગી કરવાના નિર્ણયનો વાલીઓ સાથે સ્થાનિક ધારાસભ્યએ કર્યો વિરોધ

ગ્રામીણ વિદ્યાર્થીઓને પાયાનું શિક્ષણ મળી રહે તે માટે શાળાઓ ઉભી કરવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓ ઘર આંગણે અભ્યાસ કરે અને મુક્ત વાતવરણ મળે તે માટે કન્યાશાળા અને કુમારશાળાઓ શરૂ કરવામાં આવી હતી. જેને લઈને બન્ને શાળાઓ ભેગી કરવાના રાજ્ય સરકારના નિયમો સામે આદિવાસી પંથક ગણતા નવસારીમાં વિરોધ જોવા મળી રહ્યો છે. લોકોમાં શિક્ષણના બીજ રોપાય તે હેતુસર ગામડાઓ ને શિક્ષિત કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારે ભગીરથ કાર્યનું બીડું ઝડપ્યું છે પરંતુ શિક્ષકોના અભાવ અને વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાને લઈને રાજ્ય સરકારે શાળાઓ ભેગી કરતા વાલીઓ સાથે સ્થાનિક ધારાસભ્યએ વિરોધ કરી રહ્યાં છે. નવસારી જિલ્લાના દેગામ ખાતેની શાળામાં ધરણા પર બેસીને સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ