Govt changes on EPFO Swidadwan rules implementation from April
મહત્વના સમાચાર /
EPFO પર સરકારનો મોટો નિર્ણય: પૈસા ઉપાડવાના નિયમોમાં થયો બદલાવ, એપ્રિલથી થઈ જશે લાગુ
Team VTV11:14 PM, 04 Feb 23
| Updated: 12:23 AM, 05 Feb 23
જો તમે પણ પીએફ ખાતા ધારક છો તો આ સમાચાર તમારા માટે કામના છે. કેમકે ૧ એપ્રિલ ૨૦૨૩થી પીએફ ઉપાડવા માટે સરકારે બદલાવ કર્યો છે.
PF ઉપાડવા હવે આ નવો નિયમ
પૈસા ઉપાડતા પહેલા ચેક કરો કેટલો લાગશે ટેક્સ
પીએફ એકાઉન્ટ ધારકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા પીએફના રૂપિયા ઉપાડવા માટે નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જેમાં હવે 1 એપ્રિલ, 2023થી જે કોઈ પ્રોવિડન્ટ ફંડની રકમ ઉપાડવા માંગે છે તો તે તમામ લોકોને આ નિયમ લાગૂ પડશે. મહત્વનું છે બજેટમાં EPFOમાંથી ઉપાડ માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા પ્રોવિડંન્ટ ફંડમાંથી રૂપિયા ઉપાડવા માટેના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં હવે પીએફ અકાઉન્ટ સાથે જો પાન કાર્ડ લિંક નહીં હોય તો રકમ ઉપાડતા સમયે ૩૦ ટકાની જગ્યા પર ૨૦ ટકા ટીડિએશ વસુલવામાં આવશે. આ નવો નિયમ ૧ એપ્રિલ ૨૦૨૩થી લાગુ પડવાનો છે. મહત્વનું છે કે કરવામાં આવેલા ફેરફારનો લાભ એ પીએફ ધારકને મળશે જેમના પાન કાર્ડ હજૂ સુધી અપડેટ થયા નથી. ઉલ્લેખનીય છે કે જો કોઈ પીએફ હોલ્ડર પાંચ વર્ષની અંદર પૈસા ઉપાડે છે તો તેમને જ ટીડીએસ ભરવાનું આવશે જ્યારે બીજી તરફ પાંચ વર્ષ બાદ કોઈપણ જાતનો ટીડીએસ લાગશે નહીં.
આ પ્રમાણે નવા નિયમ
આ નવા નિયમમાં જણાવ્યા પ્રમાણે જે લાકો પાસે ટેક્સપાન કાર્ડ છે તેમને ટીડીએસ ઓછો ચૂકવવો પડે છે. બીજી તરફ પાનકાર્ડ EPFOના રેકોર્ડમાં એપડેટ નથી તો તેમણે વધુ ટીડીએસ એટલે કે ૩૦ ટકા સુધી ચૂકવવુ પડે છે જેને હવે ઘટાડીને ૨૦ ટકા કરી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં જે લોકો પાસે ટેક્સ પાન કાર્ડ છે તેમણે ઓછો TDS ચૂકવવો પડશે. જો કોઈનું PAN કાર્ડ EPFOના રેકોર્ડમાં અપડેટ નથી થયું, તો તેણે 30 ટકા સુધીનો TDS ચૂકવો પડે તેવી સ્પષ્ટતા કરવામાં આવી હતી જેને ઓછા કરી 20 ટકા કરવામાં આવ્યો છે.
ક્યારે લેવામાં આવે છે ટીડીએસ
આ ઉપરાંત ખાતાધારક પાંચ વર્ષની અંદર રકમ ઉપાડે છે તો તેને ટીડીએસ ચુકવવો પડે છે. પંરતુ જો ૫૦,૦૦૦ રૂપિયાથી વધુની રકમ ઉપાડે અને તેમાં પાન કાર્ડ ઉપલબ્ધ છે તો તેમને ૧૦ ટકા ટીડીએસ ચુકવવો પડશે. પણ જો પાન કાર્ડ નથી તો તેમને ૩૦ ટકાની જગ્યાએ માત્ર ૨૦ ટકા ટીડીએસ ચુકવવો પડશે.મહત્વનું છે કે પીએફ એકાઉન્ટમાં જમા રકમ કર્મચારી રીટાયર થયા બાદ 2 મહિના બેરોજગાર રહે ત્યારે રકમ ઉપાડી શકે છે.