સરકારે 328 ફિક્સ ડોઝ કોમ્બિનેશન (FDC) દવાઓ પર તાત્કાલિક અસરથી રોક લગાવી છે. હવે આ દવાઓને દેશમાં બનાવી કે વેચી શકાશે નહીં. પ્રતિબંધિત દવાઓમાં એવી કેટલીય દવાઓ છે જેનાથી તરત આરામ મેળવવા માટે લોકો જાતે જ ખરીદી લે છે. ઘણી દવાઓ માથા દુખાવામાં શરદી ડાયેરિયા પેટમાં દુખાવો થાય ત્યારે લેવામાં આવે છે. FDC દવાઓ દર્દીઓ માટે હાનિકારક હોવાથી ઘણા દેશોમાં પ્રતિબંધિત છે.
જે દવાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમાં સેરિડૉન વિક્સ એક્શન 5000 કોરેક્સ સુમો ઝીરોડોલ ફેંસિડીલ જિંટાપ ડિકોલ્ડ અને ઘણા પ્રકારની એન્ટબાયોટિક પેઇન કિલર્સ શુગર અને હૃદય રોગની દવાઓ શામેલ છે. હજુ પણ ઘણી FDC દવાઓ છે જે દેશમાં વેચાય છે. માનવામાં આવી રહ્યુ છે કે સરકાર હજુ બીજી 500 FDC દવાઓ પર રોક લગાવશે. બીજી તરફ 6 FDC એવી છે જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ખરીદી શકાશે નહીં.
ઉલ્લેખનીય છે કે સરકારે માર્ચ 2016માં 349 FDC પર પ્રતિબંધ મૂક્યો હતો મેડિસિન કંપનીઓએ આ નિર્ણય સામે દિલ્હી હાઇકોર્ટમાં અપીલ કરી હતી અને દિલ્હી હાઇકોર્ટે પ્રતિબંધને રદ કર્યો. જે પછી સરકાર અને કેટલાક ખાનગી સંગઠનોએ આ ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો. સુપ્રીમ કોર્ટે સરકારે પ્રતિબંધ કરેલી દવાઓની તપાસ માટે કમિટી રચી અને રિપોર્ટ સોંપવાનો આદેશ આપ્યો. જેના પગલે ડ્રગ ટેક્નિકલ એડવાઇઝરે બોર્ડ કમિટીની રચના કરી.
આ કમિટીએ 343 દવાઓ પર લગાવેલા પ્રતિબંધને યોગ્ય ગણાવ્યો અને 6 દવાએના મેન્યુફેક્ચર વેચાણ માટે કેટલીક શરતો લાગુ કરી. સરકારે આમાંથી 328 દવાઓ પર પ્રતિબંધ મૂક્યો છે એટલે કે દવાઓ બજારમાં નહીં વેચાય.
FDC દવાઓ એટલે એવી દવાઓ જેને 2 કે તેથી વધુ દવાઓ મિક્સ કરીને બનાવવામાં આવે છે. લાંબા સમયથી આ દવાઓને લઇને દેશમાં વિવાદ ચાલી રહ્યો છે. હેલ્થ વર્કર્સની સાથે જ સંસદની એક સમિતિએ પણ આ દવાઓ સામે સવાલ ઉઠાવ્યા હતા. સમિતિનું કહેવું છે કે આવી દવાઓ મંજૂરી વિના અને અવૈજ્ઞાનિક રીતે બનાવાઇ છે. તેની બનાવટમાં એન્ટીબાયોટિક દવાઓ પણ શામેલ છે. જે FDC દવાઓ પર વિવાદ થયો છે તે દવાઓને ભારતના ડ્રગ કંટ્રોલના જનરલની મંજૂરી વિના જ દેશમાં બનાવીને વેચવામાં આવી રહી છે. આ FDCને રાજ્યોએ પોતાના સ્તરે મંજૂરી આપી હતી. કેન્દ્રના મતે આ ખોટું છે કારણ કે કોઇ પણ નવી એલોપેથિક દવાઓને મંજૂરી આપવાનો હક કોઇ રાજ્યોને નથી.
અમેરિકા જાપાન ફ્રાન્સ જર્મની અને બ્રિટન જેવા ઘણા દેશોમાં FDC પર રોક છે. ભારત સહિતના ઘણા વિકાસશીલ દેશોમાં આ દેવાઓ વેચાય છે. દેશમાં માત્ર પુડુચેરી જ એક એવું રાજ્ય છે જેણે FDC પ્રતિબંધિત કરી છે.
સરકારે જે 328 FDCને પ્રતિબંધિત કરી છે તેનું દેશનાં સંગઠિત દવા ક્ષેત્રમાં કુલ વેપાર આશરે 3800 કરોડ રૂપિયાનો છે. આ ભારતના ફાર્મા સેક્ટરના કુલ વેપારના લગભગ 3% છે. સરકારના નિર્ણય બાદ કોરેક્સ પર રોક લગાવવાથી ફાઇઝરની 308 કરોડના વેપાર પર અસર થશે. તો એબોટના 480 મેકલોડ્સના 367 પેનડેમના 214 સુમોના 79 અને ઝીરોડોલના 72 કરોડ રૂપિયાના વેપારને અસર થશે.