બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / જુનાગઢના ગોવિંદ ગિરીએ શું કર્યું? ટ્રાન્સજેન્ડરમાંથી છોકરી બનેલીના સનસનીખેજ આરોપ

સાધુનું સ્કેન્ડલ / જુનાગઢના ગોવિંદ ગિરીએ શું કર્યું? ટ્રાન્સજેન્ડરમાંથી છોકરી બનેલીના સનસનીખેજ આરોપ

Last Updated: 03:42 PM, 4 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુનાગઢના અખાડાના મહંત ગોવિંદગિરીના યૌન શૌષણનો ભોગ બનેલી ટ્રાન્સજેન્ડર છોકરીએ સનસનીખેજ આરોપ લગાવ્યાં છે.

ઈન્સ્ટા પર ઘણી રીલ બનાવનાર બાબાની અશ્લીલ તસવીરો વાયરલ થઈ છે. ભગવાધારી અને જટાધારી બાબાનું નામ ગોવિંદગીરી છે, જે જુનાગઢ અખાડા સાથે સંકળાયેલા હોવાનો દાવો કરે છે.

જુનાગઢની યુવતીએ સેક્સ ચેન્જ કરાવી ચૂકી છે

સેક્સ ચેન્જ કરાવનારી આ યુવતી પણ જુનાગઢની છે તેણે એવું કહ્યું કે તે ટ્રાન્સજેન્ડર છે અને તેણે સેક્સ ચેન્જની સર્જરી કરાવી છે. તેણે બાબા પર લગ્નના બહાને યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. ભાગીદારે પૈસાની છેતરપિંડી કર્યાની પણ વાત કરી છે.

સાધુ ગોવિંદ ગીરી વિરુદ્ધ ફરિયાદ

યુવતીએ ગોવિંદગિરી પર લગ્નના બહાને યૌન શોષણ અને ભાગીદારે પૈસાની છેતરપિંડી કર્યાનો આરોપ લગાવ્યો છે. પીડિતાએ બાપોદ પોલીસ સ્ટેશન જઈને સાધુ ગોવિંદગીરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

યુવતી અને ગોવિંદ ગિરીના ઈન્સ્ટાગ્રામ પર ઘણી અશ્લિલ તસવીરો

પીડિત યુવતી અને ગોવિંદ ગિરીના ઈન્સ્ટાગ્રામ પર ઘણી અશ્લિલ તસવીરો છે. બંને આસપાસ ફરતા અને સાથે ડાન્સ કરતા જોવા મળે છે. બંને સોશિયલ મીડિયા પર ઘણી બધી રીલ શેર કરતા હતા અને તેમના સંબંધોનો સ્વીકાર પણ કર્યો હતો. વીડિયોમાં બંને એકબીજાને ગળાનો હાર પહેરાવતા પણ જોવા મળે છે.

બાબાએ 50,000 પડાવ્યાં

પીડિતા, જે ટ્રાન્સજેન્ડર છોકરી હતી, તેણે કહ્યું કે ગોવિંદગીરી લગ્નના બહાને તેની સાથે સંબંધો રાખતો હતો, પરંતુ પછી તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો. તેણે જણાવ્યું કે આરોપી મૂળ રાજસ્થાનના બિકાનેરનો રહેવાસી છે. પીડિતાએ જણાવ્યું કે તે ઘણા મહિનાઓ સુધી ગોવિંદ ગીરી સાથે રહેતી હતી. તેણે બાબા પર 50 હજાર રૂપિયાની છેતરપિંડીનો આરોપ પણ લગાવ્યો છે. પીડિતાનું કહેવું છે કે પૈસા લીધા બાદ ગોવિંદગીરી તેની પાસેથી જતો રહ્યો હતો. તેણે ફોન પણ બ્લોક કરી દીધો છે.

ગોવિંદગીરીએ મહિલા સાથે સંબંધો સ્વીકાર્યાં

ગોવિંદગીરીએ મહિલા સાથે સંબંધ રાખવાની ભૂલ સ્વીકારી હતી અને કહ્યું હતું કે બંને પક્ષોની વાત સાંભળવી જોઈએ. ગોવિંદગીરીએ પણ પોતાના બચાવમાં કહ્યું છે કે સનાતનને બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

govind giri video govind giri obscene video Junagarh govind giri news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ