દેશની પહેલી મહિલા કે જેને ફાંસીની સજા આપવામાં આવી છે. તે મામલે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેને દખલગીરી કરી , સાથેજ તેની ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવવા ઉત્તરપ્રદેશ સરકારને અરજી મોકલી છે.
મહિલાને ફાંસીની સજા મુદ્દે રાજ્યપાલની દખલગીરી
ફાંસીની સજા આજીવન કેદમાં ફેરવવા કરી અપીલ
સમગ્ર મામલે ઉત્તરપ્રદેશ સરકારને આપી અરજી
દેશની પહેલી એવી મહિલા કે જેને ફાંસીની સજા આપવામાં આવી હતી. તે કેસમાં હવે આનંદીબેન પટેલ દ્વારા દખલગીરી કરવામાં આવી છે. મહિલા કેદી શબનમની સજાને આજીવન કેદમાં બદલી શકાય છે. જે મામલે આનંદીબેન પટેલે માગ કરી છે. તેમજ ઉત્તરપ્રદેશ સરકારને તે મામલે અરજી પણ તેમણે આપી છે.
કારાગાર વિભાગના પ્રમુખને સમગ્ર મામલો સોપ્યો
રાજ્યપાલ આનંદીબેન પટેલના આદેશ પર તેમના વિશેષ સચિવ બદ્રી નાથે આ મામલે ઉત્તરપ્રદેશના કારાગાર વિભાગના સચિવને અરજી આપી છે. તેમણે અરજીમાં કહ્યું છે કે આ મામલે નિયમોને ધ્યાનમાં રાખીને ઉચીત નિર્ણય લેવામાં આવે. શબનમના વકીલ દ્વારા રાજ્યપાલને અરજી કરવામાં આવી હતી. જેથી રાજ્યપાલે આ મમાલો કારાગાર વિભાગના પ્રમુખને આપ્યો છે.
વિશ્વમાં ભારતની છબી ખરાબ થવાનો ઉલ્લેખ
શબનમની વકીલ સહર નકવી દ્વારા ફાંસીની સજાને આજીવન કેદમાં ફેરવવા માટે અપીલ કરી હતી. જેમા તેમણે એવો ઉલ્લેખ કર્યો કે દેશમાં હજુ સુધી કોઈ મહિલાને ફાંસીની સજા આપવામાં નથી આવી. સાથેજ તેણે કહ્યું કે જો મહિલાને ફાંસી આપીશું તો વિશ્વમાં ભારતની છબી પણ ખરાબ થશે. ઉપરાંત તેણે કહ્યું કે આ ગુનામાં સજા બદલી શકાય છે.
અરજીમાં 13 વર્ષના પુત્રના ભવિષ્યનો ઉલ્લેખ
વકીલ સહર નકવી દ્વારા શબનમના એકના એક 13 વર્ષના પુત્રને લઈને પણ આજીવન કેદની સજાની માગ કરવામાં આવી છે. તેણે કહ્યું કે જો તેને ફાંસી આપવામાં આવશે તો તેના બાળક પર તેની ખરાબ અસર પડી શકે છે. તેના માનસિક વિકાસ પર ભારે અસર થઈ શકે છે. સાથેજ તેનું ભવિષ્ય પણ બગડી શકે છે. તેવો અરજીમાં ઉલ્લેખ કરવામાં આ્યો છે. જેથી આ સમગ્ર મામલે આનંદીબેન પટેલે હવે ઉત્તરપ્રદેશ સરકારને અરજી મોકલી છે.
પ્રેમી સાથે લગ્ન કરવા 7 લોકોની હત્યા
ઉલ્લેખનીય છે કે મહિલા શબનમે તેના પ્રેમી સાથે લગ્ન કરવા માટે સાત હત્યા કરી હતી. જેથી તેના પ્રેમીને અને તેને ફાંસીની સજા આપવામાં આવી છે. હાલ શબનમ બરેલી જેલમાં સજા ભોગવી રહી છે. જ્યારે તેનો પ્રેમી સલીમ નૈની સેંટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો છે. જોકે તશબનમની વકીલ તે મહિલા હોવાને કારણે ફાંસીની સજાથી બચાવા માગે છે.