સરકાર સાર્વજનિક કાર્યક્રમો અને ખાનગી ક્ષેત્રની રિફાઈનરી કંપનીઓને એક સાથે લાવવાનું વિચારી રહી છે. તેનાથી સાઉદી અરેબિયા અને અન્ય દેશોમાંથી સારી કિંમતે ક્રૂડ ઓઈલની આયત થઈ શકે છે
સરકાર પીએસયુ અને ખાનગી ક્ષેત્રની રિફાઈનરી કંપનીઓને એક સાથે લાવવા પર વિચાર કરી રહી છે
એક સામટું ક્રુડ ઓઈલ ખરીદવાથી ભાવ ઘટાડવાનું દબાણ વધારી શકાશે
તેલના ભાવ મોઘા હોવાથી અર્થવ્યવસ્થાની રિકવરી પર અસર કરી રહી છે
સરકાર પીએસયુ અને ખાનગી ક્ષેત્રની રિફાઈનરી કંપનીઓને એક સાથે લાવવા પર વિચાર કરી રહી છે
પેટ્રોલિયમ મંત્ર હરદીપ સિંહ પુરીએ શુક્રવારે કહ્યું હતું કે, ભારત સરકાર પીએસયુ અને ખાનગી ક્ષેત્રની રિફાઈનરી કંપનીઓને એક સાથે લાવવા પર વિચાર કરી રહી છે. આનાથી સાઉદી અરેબિયા અને અન્ય દેશોમાંથી સારી કિંમતે ક્રૂડ ઓઈલની આયાત થઈ શકે છે. તેમણે કહ્યું કે, દેશ હાલમાં ઈંધણની વિક્રમી કિંમતો સામે ઝઝૂમી રહ્યો છે. અને આલી સ્થિતિમાં સંયુક્ત ખરીદી વધુ સારી સોદાબાજીની શક્તિ પ્રદાન કરશે આયત બિલને ઘટાડવામાં મદદ કરશે. મંત્રીએ કહ્યું કે, તેમના મંત્રાલયના સચિવે આ અંગે જાહેર અને ખાનગી રિફાઈનરીઓ સાથે બેઠક કરી છે.
ક્રૂડ ઓઈલના ભાવ વધારાથી ભારે અસર છે
અગાઉ, પેટ્રોલિમય સચિવ તરુણ કપૂરે કહ્યું હતું કે, જે દેશમાં 85 ટકા તેલની જરૂરિયાત આયાત કરે છે ત્યાં ક્રૂડના ભાવમાં વધારો ભારે અસર કરે છે. ભારતે એક જૂથ બનાવ્યું છે, જે તેલ ઉત્પાદક દેશો સાથે ડીલ કરશે. પેટ્રોલિયમ સચિવના જણાવ્યા અનુસાર, રિફાઇનરીઓનું જૂથ દર 15 દિવસે એક બેઠક કરશે અને તેમના સૂચનો શેર કરશે. તમામ ઓઇલ કંપનીઓ સંયુક્ત રીતે તેલની કિંમતો પર વાટાઘાટો કરશે અને વ્યૂહાત્મક ખરીદી પર એક સહમતી બનાવાશે
એક સામટું ક્રુડ ઓઈલ ખરીદવાથી ભાવ ઘટાડવાનું દબાણ વધારી શકાશે
સરકારનું માનવું છે કે તેનાથી તેલ ઉત્પાદકો પર ભાવ ઘટાડવાનું દબાણ વધશે. અત્યારે આપણે ખાડીના દેશોમાંથી મોટા ભાગનું તેલ ખરીદીએ છીએ, ઓપેક અને સહોયગીઓએ ઉત્પાદન વધારીને કિંમતો નીચે લાવવી જોઈએ, પરંતુ અત્યારે આવું થઈ રહ્યું નથી.મોંઘા ક્રૂડના કારણે સપ્ટેમ્બરમાં વેપાર ખાધ વધીને $22.6 બિલિયનની 14 વર્ષની ટોચે પહોંચી હતી. સરકારના મતે, અમારી રિફાઇનરીઓએ મોંઘા ઓપેક ઓઇલને ટાળવા માટે અબજો ડોલરનું રોકાણ કરીને પોતાને અપગ્રેડ કર્યા છે.કંપનીઓ ગલ્ફ દેશોની બહાર રોકાણ કરીને વધુ તેલનું ઉત્પાદન કરવા પર ભાર મૂકે છે, જેથી અમારી સાથે વધુ સારા વિકલ્પો તૈયાર કરી શકાય.
તેલના ભાવ મોઘા હોવાથી અર્થવ્યવસ્થાની રિકવરી પર અસર કરી રહી છે
પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ બુધવારે ઈન્ડિયા એનર્જી ફોરમમાં કહ્યું હતું કે તેલ ઉત્પાદક દેશોની ઊંચી કિંમતો ભારત સહિત વિશ્વની અર્થવ્યવસ્થાની રિકવરી પર અસર કરી રહી છે. કોવિડ -19 માંથી સાજા થતા દેશો હવે ફુગાવાના જોખમમાં છે. નોંધપાત્ર વાત એ છે કે મોંઘા તેલના કારણે ભારતનું આયાત બિલ જૂન 2020માં $8.8 બિલિયનથી વધીને $24 બિલિયન થઈ ગયું છે.