બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:29 PM, 21 January 2025
ટેક્સપેયર્સ કરમાંથી બચવા માટે માર્ચ મહિનો નજીક આવતા જ ટેક્સ બચાવવાના વિકલ્પો શોધતા હોય છે. તેના અનેક વિકલ્પો પણ મોજૂદ છે. પરંતુ મહત્વપૂર્ણ એ છે કે, ટેક્સ સેવિંગની કઈ સ્કીમ રિટર્ન અને જરૂર પડ્યે તાત્કાલિક કેસ પૂરી પાડવાની દ્રષ્ટિએ વધુ સારી છે. ટેક્સ એક્સપર્ટનું કહેવું છે કે ઇન્કમ ટેક્સની કલમ 80C હેઠળ ટેક્સ સેવિંગ ઓપ્શનમાં, 'ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ' (ELSS) વધુ સારો ઓપ્શન છે.
ADVERTISEMENT
ટેક્સ એક્સપર્ટ્સ મુજબ ટેક્સનો બોજ ઘટાડવા માટે કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા બચાવવા સિવાય 80D અને 80CCD હેઠળ NPSના લાભો પણ ઉઠાવવા જોઈએ. નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) માં 50,000 રૂપિયાના યોગદાન પર વધારાની કર મુક્તિનો ક્લેમ કરી શકાય છે.
એક્સપર્ટ અનુસાર NPS, ELSS, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC) અને લાઇફ ઇન્શ્યોરન્સ પોલિસી જેવી ટેક્સ સેવિંગ સ્કીમમાં ઇક્વિટી લિંક્ડ સેવિંગ્સ સ્કીમ (ELSS) વધુ સારો છે. તેના બે મુખ્ય કારણો જણાવવામાં આવે છે. જેમાં પહેલું ELSS રોકાણો સીધા શેરબજાર સાથે જોડાયેલા હોય છે અને વાર્ષિક આશરે 11 થી 12 ટકાનું લોંગ ટર્મ વળતર આપ્યું છે. બીજું કારણ એ છે કે, ELSS હેઠળ 'લોક ઇન પિરિયડ' ફક્ત ત્રણ વર્ષનો છે. મતલબ કે, તમે ત્રણ વર્ષ બાદ તમારી રકમ ઉપાડી શકો છો.
ADVERTISEMENT
ELSSની આ સુવિધા રોકાણકારોને વપરાશની જરૂરિયાતો માટે તેમની ઈન્વેસ્ટમેન્ટની રકમ ઉપાડવાની અથવા કલમ 80C હેઠળ લાભ મેળવવા માટે નવા ELSSમાં ફરીથી રોકાણ કરવાની મંજૂરી આપે છે. આમ વેલ્થ ક્રિએશનથી લઈ ટેક્સ સેવિંગ ELSSને એક આકર્ષક વિકલ્પ બનાવે છે.
ઉલ્લેખનીય છે કે, ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શનની પસંદગી વ્યક્તિની જોખમ લેવાની ક્ષમતા, જરૂરિયાત અને ટાર્ગેટ પર આધારિત હોય છે. જ્યારે NSC, PPF જેવી બાબત પર વ્યાજ નિશ્ચિત હોય છે અને સરકાર દ્વારા દર ત્રણ મહિને તેની જાહેરાત કરવામાં આવે છે, ત્યારે ELSS જેવી બાબત પરનું રિટર્ન નિશ્ચિત નથી હોતું અને તેમનું પર્ફોમન્સ માર્કેટની સ્થિતિ પર ડિપેન્ડ હોય છે. 80C હેઠળ રોકાણ અને સેવિંગ પ્રોડક્ટ્સમાં ELSSનો સમાવેશ થાય છે, પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ યોજના, એનએસસી, જીવન વીમો જેવી યોજના સામેલ છે. જ્યારે NPS કલમ 80CCD હેઠળ આવે છે.
PPF નો લોક-ઇન પીરીયડ 15 વર્ષનો હોય છે, જ્યારે NSCનો લોક-ઇન પીરીયડ પાંચ વર્ષનો હોય છે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ લોક-ઇન પીરીયડ છોકરી 18 વર્ષની થાય ત્યાં સુધી અને LIC પરિપક્વતા અવધી સુધીનો હોય છે. PPF પર 7.1 ટકા અને NSC પર 7.70 ટકા વ્યાજ મળે છે. સુકન્યા સમૃદ્ધિ યોજના માટે તે 8.2 ટકા વ્યાજ મળે છે અને LICના કિસ્સામાં તે લગભગ 5-6 ટકા હોય છે. કલમ 80C સિવાયના અન્ય ટેક્સ સેવિંગ ઓપ્શનમાં કરદાતાઓ કલમ 80CCD (1B) હેઠળ NPSમાં 50,000 રૂપિયાનું યોગદાન આપીને વધારાની કર મુક્તિનો ક્લેમ કરી શકે છે.
NPS હેઠળ ઇક્વિટીમાં ઇન્વેસ્ટમેન્ટ પર શરૂઆતથી લઈ અત્યાર સુધી 12 ટકાથી વધુ વળતર મળ્યું છે. જ્યારે સરકારી કર્મચારીઓના કિસ્સામાં NPSમાંથી વળતર 9.4 ટકા સુધી મળ્યું છે. આ સિવાય ટેક્સપેયર્સ શેરબજારમાં તાજેતરના ઘટાડાને કારણે થયેલા નુકસાનનો ક્લેમ પણ પોતાના રિટર્નમાં કરી શકે છે.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.