જો તમે વોટ્સએપનો ઉપયોગ કરતા હોવ, તો વાયરલ ટ્રુથનો આ રિપોર્ટ તમારે ધ્યાનથી જોવો જોઇએ... કારણકે સોશિયલ મીડિયા પર મેસેજ વાયરલ થયો છે કે સરકાર વોટ્સએપ દ્વારા થતી તમામ આપ-લે પર નજર રાખી રહી છે... એટલે કે મેસેજ મોકલતા સમયે ક્યારેક વાદળી, તો ક્યારેક લાલ રંગનું ટીક માર્ક આવે તો તેના દ્વારા જાણી શકાય છે કે સરકાર મેસેજ મોકલનારા સામે કાર્યવાહી કરશે કે નહી. તો વાયરલ થઇ રહેલા મેસેજનું શું છે સત્ય, સાયબર એક્સપર્ટ આ મેસેજ અંગે શું માને છે, તે જાણવા જુઓ અમારો આ ખાસ રિપોર્ટ.