ફર્ટિલાઇઝર્સ સંગઠનનું અનુમાન છે કે હાલનાં નાણાકીય વર્ષમાં ફર્ટિલાઇઝરર્સની સબસિડી વધીને 2.5 કરોડ રૂપિયા સુધી પહોંચી શકે છે, તો આવતાં નાણાકીય વર્ષમાં આશરે 25% ઘટાડો થવાની સંભાવનાઓ દેખાઇ રહી છે. જાણો કારણ.
ફર્ટિલાઇઝર સબસિડીમાં થઇ શકે છે નોંધનીય ઘટાડો
FAI એ લગાવ્યા અનુમાન
સબસિડીમાં આશરે 25% ઘટાડો થવાની સંભાવનાઓ
ફર્ટિલાઇઝર્સ સંગઠનનું અનુમાન છે કે આવતાં નાણાકીય વર્ષમાં આશરે 25% ઘટાડો થવાની સંભાવનાઓ દેખાઇ રહી છે. તેનું સૌથી મોટું કારણ હોઇ શકે છે ગ્લોબલ માર્કેટમાં ખાતરો અને કાચાં માલની કિંમતોમાં દેખાઇ રહેલી મંદી. મોદી સરકાર હાલનાં નાણાકીય વર્ષમાં ખેડૂતોને મળતી ખાતર માટેની સબસિડીનો દર 2.3થી વધારીને 2.5 લાખ કરોડ રૂપિયા કરી શકે છે પરંતુ આવનારાં નાણાકીય વર્ષમાં નોંધનીય ઘટાડો પણ શક્ય છે.
ઉદ્યોગોને ઘણું ઓછું માર્જિન
ફર્ટિલાઇઝર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા FAI એ જણાવ્યું કે 2023-24માં ગ્લોબલ માર્કેટ એટલે કે વૈશ્વિક બજારમાં ખાતરોની કિંમતમાં નરમી આવવાને લીધે સરકાર સબસિડી પણ ઓછી થઇ શકે છે. FAI એ કહ્યું કે સરકારની સબસિડી હોવા છતાં ઉદ્યોગોને ઘણું ઓછું માર્જિન મળી રહ્યું છે. અને ગ્લોબલ માર્કેટમાં કિંમતો વધવાને કારણે ઘરેલૂ બજારમાં ખાતરોનાં ભાવ પર દબાણ વધી રહ્યું છે. આ જ કારણ છે કે આ સેક્ટરમાં રોકાણ પણ ઝડપથી ઘટી રહ્યું છે. જો કે હાલની સીઝન માટે દેશમાં પર્યાપ્ત માત્રામાં ખાતરો અને યૂરિયા, ડીએપી જેવા ફર્ટિલાઇઝર્સ ઉપલ્બ્ધ છે,
કે.એસ. રાજૂએ આપી માહિતી
FAIનાં અધ્યક્ષ કે.એસ.રાજૂએ જણાવ્યું કે હાલનાં નાણાકીય વર્ષમાં ખાતરની સબસિડી 2.5 લાખ કરોડ રૂપિયા સુધી પણ જઇ શકે છે જે ખેડૂતો માટે ઘણી સારી ખબર છે. પરંતુ આવનારા નાણાકીય વર્ષ એટલે કે 2023માં સંભવત: આ સબસિડીમાં 25% જેટલો નોંધનીય ઘટાડો થઇ શકે છે. સબસિડીમાં વધારો કરવાથી ખેડૂતોને વધી રહેલા ભાવોમાં રાહત મળશે અને તેમના પર ગ્લોબલ માર્કેટમાં ફર્ટિલાઇઝર અને કાંચા માલનાં વધી રહેલા ભાવોનું દબાણ ઘટશે. ગયાં વર્ષે ફર્ટિલાઇઝરર્સ સબસિડી આશરે 162 લાખ કરોડ રૂપિયા હતી.
આવતાં વર્ષે સબસિડીમાં 25% જેટલો ઘટાડો
એફ.એ.આઇનાં બોર્ડ સદસ્ય પી.એસ.ગહેલોતે કહ્યું કે આવતાં વર્ષે ફર્ટિલાઇઝરર્સ સબસિડીમાં 25% જેટલો ઘટાડો આવી શકે છે. આ ઘટાડા બાદ હાલની સબસિડીથી આશરે 65 હજાર કરોડ રૂપિયા હશે. આ આંકડાઓ બજારમાં થઇ રહેલા ટ્રેડ પર આધાર રાખે છે.