ઈલેક્ટ્રિક વાહનો પર ફોકસ કરી રહી છે સરકાર....

By : kaushal 02:24 PM, 14 June 2018 | Updated : 02:24 PM, 14 June 2018
સરકાર ફ્યૂલ ક્ષમતાના નોર્મ્સને લઈ સખતાઈ કરવાની તૈયારીમાં છે. આ પગલું વાહનોને IEC એટલે કે ઈન્ટરનેશનલ કંબશન વાળા પારંપરિક એન્જીનોને ઈલેક્ટ્રીક વ્હીકલ્સમાં શિફ્ટ કરવા માટે ઉપાડવામાં આવશે. સુત્રની માનિએ તો કડક એમિશન નોર્મ્સ પ્રમાણે વાહન નિર્માતા કંપનિઓને 4 થી 6 ટકા ઈલેક્ટ્રીક વ્હીકલ્સ બનાવવાના રહેશે. 

આ સરકારની તે 15 સુત્રીય રણનીતિનો ભાગ છે જેને રોડ ટ્રાન્સપોર્ટ સેક્રેટરી વાઈએસ મલિકના નેતૃત્વમાં બનેલા પેનલે તૈયાર કર્યુ છે. તેમણે કહ્યુ કે કુલ બનનારા વાહનોમાંથી ત્રણથી 5 ટકા ઈલેક્ટ્રીક વાહનો પર ફોકસ કરવા માટે ફ્યૂલ એફિસિએન્સી નોર્મ્સના 20 થી 25 ટકા સુધી કરવામાં આવશે. આ એપ્રોચ કાર્સ, ત્રણ પૈડાના વાહનોથી લઈ બે પૈડાના વાહન ઈન્ડસ્ટ્રી પર લાગુ પડશે.

ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ નવા ધોરણો નક્કી કર્યા છે એ પ્રમાણે 2022 સુધી કાર્સની એવરેજ 30 ટકા વધારે હોવી જોઈએ. આ પ્રમાણે જોઈએ તો કાર્બન ડાયોક્સાઈડના ઉત્સર્જનમાં પણ ઉણપ વર્તાશે. ઈલેક્ટ્રીક વાહનો અને તેમના સ્પેરપાર્ટ્સ પર ફોકસ કરવા માટે સરકાર પૂરી રીતે પ્રતિબદ્ધ છે.

સરકારી પેનલે એ પણ સલાહ આપી છે કે શરૂઆતી પાંચ વર્ષો સુધી કાર્સ કંપનિઓને ઈલેક્ટ્રીક વાહનો પર માર્જિન મની ઘટાડવા જોઈએ. પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ટેક્સી સર્વિસીઝ માટે ઈલેક્ટ્રીક વાહનો ખરીદનાર લોકોને ન્યૂનતમ ઈનટ્રેસ્ટ પર લોનની સુવિધાની સલાહ પેનલે આપી છે.   
  Recent Story

Popular Story