મહામંથન / નોકરિયાતોના કામકાજના કલાક 8થી વધારીને 9 કરવાની દરખાસ્ત મુકી

કહેવાય છે કે માણસ નહીં પરંતુ તેનું કામ વ્હાલું હોય છે. અને જે કામ કરે તે લોકોમાં પૂંજાય છે..હા.પરંતુ તે કામ કોઈને નુકસાન પહોંચાડે તેવું ન હોવું જોઈએ. દેશના વિકાસમાં પણ આવા જ કર્મશીલ લોકોનો બહોળો ફાળો હોય છે. વાત જો આપણા દેશના સરકારીકર્મીઓની કરીએ તો તેમની નિષ્ઠા પર ક્યારેક ક્યારેક સવાલો પણ ઉઠતા આવ્યા છે..એ સવાલો એટલા માટે ઉઠ્યા છે કેમ કે તેઓ ક્યાંકને ક્યાંક પોતાની ફરજ ચૂક્યા હોય છે. જો કે સરકારે પણ હવે સરકારીકર્મીઓ પાસેથી વધુ કામ લેવા કમર કસી રહી છે. તમને સાંભળતા નવાઈ લાગશે પરંતુ હવે સરકાર નોકરિયાતના કામકાજના કલાક 8 કલાકથી વધારીને 9 કલાક કરવા જઈ રહી છે..અને આ અંગે પ્રાથમિક તબક્કે સરકારે યુનિયનો પાસેથી પોતાના મંતોવ્યો પણ મંગાવ્યા છે.સાથે સાથે જ કર્મચારીઓ માટે અને તેમના સંતાનોના ખર્ચ માટે પણ લઘુત્તમ વેતન નક્કી કરવાની તૈયારી દર્શાવી છે..પરંતુ અહીં જોવાનું એ છે કે શું સરકારીકર્મીઓ અને યુનિયનો સરકારની સાથે હામી ભરશે ખરા? અન્ય દેશની સાથે તુલના કરતા આપણે ભારતીયો કામની બાબતમાં અન્ય દેશની પ્રણાલિઓને સ્વીકારી શકીશું ખરા? આ જ તમામ બાબતો પર છે આજનું મહામંથન.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ